fbpx
ગુજરાત

કોરોના કાળ જોતા અમદાવાદ જગન્નાથ મંદિર અને ભદ્રકાળી મંદીર ૧૫ જુન સુધી રહેશે બંધ

અનલોક વનના પહેલા તબક્કામ હેઠળ ધાર્મિક સ્થાનો તેમજ મોલ હોટેલ રેસ્ટોરા સહિતના જાહેર સ્થળો ખૂલવા જઇ રહ્યા છે.ગર્વમેન્ટની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટનિંગના નિયમો સાથે આ તમામ સ્થળો ખુલવા જઇ રહ્યા છે. જે નિયમોનું કડકપણે પાલન કરાવાશે.દેશમાં લાકડાઉન ખુલ્યા પછી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તેવા સમયે જ અનલોક-૧ના ભાગરૂપે સોમવારથી મોલ, શોપિંગ સેન્ટર, હોટેલ્સ અને ધાર્મિક સ્થળો ખુલ્લા થશે.ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં કન્ટેન્ટમેન્ટઝોનમાં આવેલા મંદિર ખુલશે નહી. અમદાવાદનું જગન્નાથજી મંદિર કન્ટેનમેન્ટ ઝોનમાં હોવાથી મંદિર નહીં ખુલે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના બે મુખ્ય મંદિર નગર દેવી ભદ્રકાળી માતાનું મંદિર અને જગતના નાથ એવા ભગવાન જગન્નાથનું મંદિર દર્શનાર્થીઓ માટે ૧૫ જૂન સુધી બંધ રહેશે. સરકાર સાથે વાતચીત કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

Follow Me:

Related Posts