fbpx
ગુજરાત

રાજ્યના ધો.૧૦ના પરિણામમાં સુરતનો દબદબો યથાવત, ૭૪.૬૬% સાથે પ્રથમ ક્રમે

આજે ધો.૧૦ના વિદ્યાર્થીઓનું ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું પરિણામ ૭૪.૬૬ ટકા છે. સુરતનું પરિણામ સૌથી વધુ આવતા ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં કુલ ૬૦.૬૪ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ કુલ ૭૪.૬૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતી સ્ટુડન્ટસે રાજ્યભરમાં ડંકો વગાડતાં કુલ ૩૫૦ને છ-૧ ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ધોરણ ૧૦ની પરીક્ષામાં સુરત જિલ્લાને ગત વર્ષે માર્ચ ૨૦૧૯માં ૭૯.૬૩ ટકા પરિણામ પ્રાપ્ત થયું હતું. જેમાં આ વર્ષે પાંચ ટકા જેટલા ઘટાડા સાથે માર્ચ ૨૦૨૦માં લેવાયેલી પરીક્ષામાં કુલ ૭૪.૬૬ ટકા પરિણામ પ્રાપ્ત થયું છે. જે રાજ્યમાં સૌથી વધુ છે.રાજ્યમાં સુરતના સ્ટુડન્ટસને સૌથી વધુ છ-૨ ગ્રેડ પ્રાપ્ત થયા છે. જેમાંથી માત્ર સુરતના જ ૪૫૮૫ સ્ટુડન્ટસને છ-૨ ગ્રેડ મળ્યાં છે. જે રાજ્યમાં છ-૧ની જેમ જ સુરત જિલ્લાના સૌથી વધુ છ-૨ ગ્રેડ ધારી સ્ટુડન્ટસ છે. સ્ટુડન્ટસની ઝળહળતી સફળતાના પગલે શાળા અને પરિવાર દ્વારા ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તો સ્ટુડન્સ સારા પરિણામ મેળવતાં ખુશીનો માહોલ છે.

Follow Me:

Related Posts