fbpx
ગુજરાત

આવતીકાલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પણ પ્રિ મોન્સૂન અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાવા લાગી છે. આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાવા મળ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રિ મોન્સૂન અને સાયક્લોનિક સક્્ર્યુલેશનની અસર શરૂ થઈ ગઈ છે. જેના કારણે ૧૦મી અને ૧૧ મી જૂને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ૫ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી પર અપર એર સાયક્લોનિક સક્્ર્યુલેશનની અસર હવે રાજ્યમાં વર્તાવા લાગી છે. જેના કારણે આગામી ૫ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટÙમાં આજે ભારે વરસાદ પડશે. ભાવનગર, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, તેવી રીતે પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદ રહેશે. પરંતુ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડીમાં ૨૪ કલાક બાદ લો પ્રેશર બનશે, જે ધીમેધીમે આગળ વધી  છે. સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ નથી પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ  હતું અને સરેરાશ તાપમાન ઘટીને ૩૪.૨ ડિગ્રી પર પહોંચ્યું હતું. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જાકે હાલ છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. હવામાન વિભાગના મતે, ૧૦મી અને ૧૧મી જૂને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટÙમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હળવુ દબાણ સર્જાતા આગામી ૪૮ કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે. હાલ હવામાન વિભાગના અધિકારીઓ રાજ્યના વાતાવરણ સહિત બીજા અનેક પેરામીટર ઉપર મોનટરિંગ કરી રહ્યા છે. એટલું જ નહીં, હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજી પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય છે.

 

Follow Me:

Related Posts