fbpx
ગુજરાત

સુરતનાં રઘુવીર માર્કેટમાં મોડી રાતે ભીષણ આગ લાગતા દોડધામ

સુરતના પુણા કુંભરીયા રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં મોડી રાતે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી મળતા ફાયરની ૧૫ જેટલી ગાડી બનાવવાળી જગ્યા પર પોહચી આગ પર કાબુ મેળવ્યો હતો. જાકે આજથી ૬ મહિના પહેલાં એટલે કે, ૨૧ જાન્યુઆરીએ પણ આ જ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. સુરતના કુંભારીયા રોડ પર આવેલી છે રઘુવીર માર્કેટમાં આજથી ૬ મહિના પહેલાં એટલે ૨૧ જાન્યુઆરીનાં રોજ આગ લાગી હતી ત્યારે ફરી મોડી રાત્રે આજ માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જાકે આગની જાણકારી મળતા સુરત ફાયર સ્ટેશનની ૧૫ કરતા વધુ ગાડી બનાવવાળી જગ્યા પર પોહચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ આગને કારણે કોઇ જાનહાનની થઇ નથી. આ જ માર્કેટમાં એક વર્ષ પહેલાં સવારે ૪ વાગે લાગેલી આગની જાણકારી મળતા ફાયર વિભાગ પોહચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે આગ એટલી વિકરાળ હતી કે સુરતનાં તમામ ફાયર ફાઈટર સાથે સુરત નજીક સચિન પલસાણા કડોદરા બારડોલી અને હજીરા વિસ્તારના ફાયરની મદદ લેવામાં આવી હતી. જાકે આગને લઇને આખી માર્કેટ સળગતી હોવાને લઇને એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી. અંદાજિત ૪ કરોડ લીટર પાણી સાથે ૭૦ ફાયટર અને ૩૦૦ ફાયર કર્મચારી ની મદદ ને પગલે ૨૪ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. આ બિગેલા એલિવેશનને લઇને ફાયર વિભાગને ખૂબજ મહેનત કરવી પડી હતી. ૨૪ કલાક ચાલેલી આગને કારણે આ માર્કેટની હાલત બિસ્માર થઇ ગઇ હતી. અંદર સ્લેપના પોપડા પણ ખરી પાળ્યા હતા અને આ મિલકત જાખમી હોવાને લઇને તંત્ર દ્વારા આ મિલકત ને તાતકાલિક અસરથી સીલ મારવામાં આવી હતી અને આ બિવેશ દ્વારા પર તંત્ર દ્વારા ચેતવણી આપતા બેનર પણ લગાવામાં આવ્યા છે અને લોકોને આ મિલકત ભયજનક હોવાને લઇને આ મિલકત માં પ્રવેશ નહિ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી એકાદ બે દિવસમાં આ માર્કેટ ઉતારી પાડવાની કાર્યવાહી પણ શરુ કરવામાં આવી. આજે ફરી એકવાર આગની ઘટના લઇને તંત્ર સાથે માર્કેટના વેપારી દોડતા થઈ ગયા હતા.

 

Follow Me:

Related Posts