fbpx
ગુજરાત

સાવકા બાપે ૯ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ

ડુમસ પોલીસ સ્ટેશનમાં ૪૦ વર્ષના સિક્્યોરિટી ગાર્ડ પર પોતાની જ ૯ વર્ષની સાવકી દીકરી પર બળાત્કાર ગુજારવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ તેના સાવકા પિતા દ્વારા પાછલા એક વર્ષમાં બે વખત બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે.
પોલીસે છમ્ય્ શિપયાર્ડના સિક્્યોરિટી ગાર્ડ સામે ફરિયાદ નોંધી છે. આરોપી સામે કિશોરી પર બળાત્કાર કરવાના ગુનામાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ હેળ ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, કિશોરી સોમવારે ઘરે એકલી હતી અને તેની માતા પીવાનું પાણી લેવા માટે ગઈ હતી. આ દરમિયાન આરોપીએ સાવકી દીકરી પર બળાત્કાર ગુજાર્યો અને પછી ઘરની બહાર બેસી ગયો. જ્યારે પીડિત બાળકીની માતાએ પૂછપરછ કરી ત્યારે તેણે આખી ઘટના અંગે જણાવ્યું. પીડિતાને ગંભીર ઈજાઓ નથી થઈ અને પોલીસે આ કેસમાં તપાસ કરી રહી છે કે, અગાઉ શા માટે બળાત્કારની ફરિયાદ કરવામાં નહોતી આવી. આ પછી પીડિત બાળકીની માતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી. આરોપીના પીડિતાની માતા સાથે થોડા વર્ષો અગાઉ લગ્ન થયા છે અને દીકરી પણ લગ્ન પછી માતાની સાથે જ રહે છે. જ્યારે આરોપીની પત્ની અને તેની બે દીકરીઓ ઝારખંડમાં રહે છે.

Follow Me:

Related Posts