fbpx
ગુજરાત

૩૧ વિદેશી કંપનીઓએ ગુજરાતમાં ૬૧૦૦૦ કરોડનું રોકાણ કરવા તૈયારી દર્શાવી

કોરોનાના કારણે આર્થિક ગતિવિધિ નબળી પડી છે. જાકે આ વચ્ચે ગુજરાત માટે એક સારા સમાચાર છે. અહેવાલ મુજબ આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વિવિધ દેશોની કુલ ૩૧ જેટલી વિદેશી કંપનીઓએ ગુજરાતમાં પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે તૈયારી દાખવી છે અને તેના માટે જરુરી જમીન ફાળવવા માગણી કરી છે. જા રાજ્ય સરકાર આ કંપનીઓને જમીન ફાળવી આપવામાં સફળ બને છે તો રાજ્યમાં ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હાઈ ફ્લો કોરોના મંદીના સમયમાં પણ જળવાઈ રહેશે તેમાં કોઈ બેમત નથી. ૧૩ જેટલા જુદા જુદા દેશોની આ કંપની દ્વારા રાજ્યમાં કુલ ૨૨૮૬ હેક્ટર જમીન ગુજરાત ઇન્ડસ્ટ્રેયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસે માગવામાં આવી છે. આ કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓની ઓફર તો લોકડાઉન દરમિયાન પણ આવી છે. પ્લાન્ટ સ્થાપવા સાથે વિદેશી કંપનીઓ દવારા જે રોકાણનો વાયદો કરવામાં આવ્યો છે તે કુલ મળીને ૬૧,૮૩૭ જેટલું થાય છે. તેમજ રાજ્યમાં ૨૦,૩૮૫ કુશળ કામગારો માટે રોજગારનું પણ નિર્માણ થશે. ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સચીવ અને રાજ્યના ઇન્ડસ્ટ્રી અને માઈન્સ વિભાગના ઇન્ચાર્જ મુખ્ય સચીવ એવા મનોજ દાસે જણાવ્યું કે, ‘ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમે ખૂબ જ પ્રોત્સાહક સંખ્યામાં વિદેશી રોકાણ માટે ઓફર્સ આવી છે. લોકડાઉન દરમિયાન પણ અમને બે ખૂબ જ મોટી જાપાનીઝ કંપનીઓ દ્વારા રોકાણ માટેની પ્રપોઝલ આવી છે. હાલ તમામ એફડીઆઇ પ્રપોઝલ દ્વારા માગવામાં આવેલ જરુરી જમીન ફાળવણીની પ્રોસેસ કરવામાં આવી રહી છે. આ રીતે રાજ્યમાં આગામી ૨ વર્ષમાં રુ. ૬૧૦૦૦ કરોડનું વિદેશી રોકાણ આવશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર વધુને વધુ વિદેશી રોકાણ આકર્ષવા માટે અમેરિકા, જાપાન, યુરોપ અને અન્ય દેશોની કંપનીઓને સતત સંપર્ક કરી રહી છે અને હાલની સ્થિતિનો ફાયદો લઈને ચીનમાંથી તેમના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવા માટે તેમને આકર્ષક પ્રસ્તાવ પણ આપી રહી છે. આગામી સમયમાં અમે વિદેશી રોકાણ માટે આકર્ષક નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી પણ જાહેર કરવા જઈ રહ્યા છે. હાલ અમારી પાસે જાપાન, તુર્કી, ચીન, અમેરિકા, યુકે, તાઇવાન, ઓસ્ટ્રેયા, જર્મની, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, બેનિયા અને દુબઈમાં રહેલી કંપનીઓ તરફથી પ્રપોઝલ આવી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકારને મળેલી આ જુદી જુદી પ્રપોઝલમાં પ્રતિષ્ઠિત કંપનીઓ જેવી કે જાપાનની ડ્ઢટ્ઠૈષ્ઠીઙ્મ ર્ષ્ઠિpર્ર્ટ્ઠિૈંહ, સાઉથ કોરિયાની ૐએહઙ્ઘટ્ઠૈ જીંઙ્મ,તાઈવાનની ઝ્રરૈર્ષ્ઠ, ઓસ્ટ્રેયાની ર્ડ્ઢાટ્ઠ, અમેરિકાની છઝ્રન્ છદ્બીિૈષ્ઠટ્ઠ ૈહષ્ઠ અને ર્સ્ૈંષ્ઠ ઈઙ્મીષ્ઠંિૈષ્ઠની પ્રપોઝલ સામેલ છે. આ કંપનીઓ ગુજરાતમાં આવવાથી એન્જિનિયરિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, સ્ટીલ, મેડિકલ ડિવાઈસ, ઓટો અને ઓટો સ્પેરપાટ્‌ર્સ, પ્લાસ્ટીક અને પેપર જેવા જુદા જુદા ક્ષેત્રમાં પ્રોજેક્ટ્‌સ આવશે. જાકે આ પૈકી લોકડાઉના અઢી મહિનામાં માત્ર ૨-૩ જ પ્રપોઝલ આવી છે.

Follow Me:

Related Posts