fbpx
ગુજરાત

ચોકબજાર ત્રિલોક સોસાયટીમાં તલવારો સાથે અસામાજિક તત્વોનો આતંક

ચોકબજાર પોલીસ મથકની વેડરોડમાં આવેલી ત્રિલોક સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો સાથે સોસાયટીમાં ઘુસી વાહનોનમાં તોડફોડ કરી છે. સાથે જ ઈંટોના ટુકડા ફેકીંને રિક્ષા અને ફોર વ્હલર વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. અસામાજિક તત્વોએ સોસાયટીના સેક્રેટરીને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતાં આરોપી સામે સોસાયટીના રહિશોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી ચોકબજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચોકબજાર પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર સંજુ રાજવીર કોરીએ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેની સોસાયટી ત્રિલોકમાં માથાભારે અસામાજિક તત્વો સમાન આરોપી હેમંત ઉર્ફે પુદીયો લોટનભાઈ માળી તથા દિપક કુટેકર અને કૈલાસ મકોડી તથા કૃણાલ વીઠ્ઠલભાઈ વડવાલે તમામ રહે ત્રિલોક સોસાયટી વેડરોડના એકબીજાની મદદગારીથી સોસાયટીમાં રહેતા લોકોને ધમકી આપે છે. સાથે જ જાહેરમાં તલવારો સાથે નીકળીને રિક્ષા સહિતના ફોરવ્હલરને ઈંટોના કટકા મારીને નુકસાન કર્યું છે. સોસાયટીના રહિશોને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts