fbpx
ગુજરાત

કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ત્રણ દર્દીઓ ૨૪ કલાક સારવાર માટે રઝળ્યા

શહેર કોરોનાનું એપિસેન્ટર છે. ત્યારે શહેરમાં કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. શહેરના જુદાજુદા વિસ્તારના કોરોનાના શંકાસ્પદ લક્ષણો ૩ દર્દીઓ છેલ્લા ૨૪ કલાકથી હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા નારણપુરા, નિકોલ અને ખોખરાના ૩ દર્દીઓને સ્થાનિક અર્બન હેલ્થ સેન્ટરથી જીફઁ હોસ્પિટલ રિફર કરાયા હતા. જાકે, ત્યાંથી તેમને બોપલની સરસ્વતી હોસ્પિટલ અને સિવિલમા જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બોપલની સરસ્વતી હોસ્પિટલે મોડી રાત્રે દર્દીઓના સગાઓને હોસ્પિટલમાં વેન્ટીલેટનરની સુવિધા નથી કહીને સિવિલ હોસ્પિટલ જવા જણાવી દીધું હતું. જાકે, કોરોનાનું સંક્રમણ થવાની શક્્યતા હોવાછતાં ઈમરજન્સી સેવાની મદદ લઈને સગાઓ દર્દીઓને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

Follow Me:

Related Posts