fbpx
ગુજરાત

છેલ્લા ૩ દિવસમાં ૨૦૦ દર્દીને વડોદરા અને રાજકોટ ખસેડાયા

છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં સામાન્ય દર્દીને બેડ મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે.  અમદાવાદ સિવિલમાંથી કેટલાક દર્દી ગાંધીનગર સિવિલમાં શિફ્ટ કરાયા છે. તેમજ અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી ૧૪ દર્દીને વડોદરાની હોસ્પિટલમાં, ૧૨ દર્દીને રાજકોટ શિફ્ટ કરાયા છે, જયારે ૭ને જૂનાગઢ લઈ ગયા છે. કુલ ૫૦થી ૨૦૦ દર્દી શિફ્ટ કરાયાનો દાવો ઓર્થોપેડિક સર્જન અને ડોક્ટર આગેવાન ડો. કનુ પટેલે કર્યો છે. છેલ્લા ૩ દિવસમાં ડો. સ્નેહા અરોરા, ડો. બીના શાહ, ડો. દિનેશ પટેલને બેડ મળ્યા નથી. ૪ દિવસમાં ૧૪ ડોક્ટરો અને ૨૨ લોકોના ફોન આવ્યા કે શહેરની હોસ્પિટલોમાં બેડ મળતા નથી. કેટલીક હો ખાલી છે અને કેટલીક હો૦ ટકા ભરાઈ ગઈ છે. ડોક્ટરોને બેડ મળવામાં તકલીફ પડી રહી હોવાથી ડોક્ટર એસોસિએશને ૩ દિવસથી એવું નક્કી કર્યું છે કે, એલોપેથી, હોમિયોપેથી અને આયુર્વેદિક ડોક્ટરોની કોવિડની સારવાર માટે સ્પેરિઝર્વ્ડ રાખવી.

Follow Me:

Related Posts