fbpx
ગુજરાત

રાજ્યના ૧૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ, ૧૭ તાલુકાઓમાં ૧ ઇંચ કરતા વધુ વરસાદ

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં હાલ તો પ્રી-મોન્સૂન વરસાદની સીઝન ચાલી રહી છે. મહારાષ્ટÙમાં ચોમાસું આવ્યા બાદ તેના એક સપ્તાહ પછી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે, પરંતુ ચાલું વર્ષે વરસાદ વહેલો હવામાન વિભાગ દર્શાવી  છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે રાત્રે ૧૦ કલાક સુધીમાં રાજ્યના ૧૦૦ તાલુકામાં વરસાદનું આગમન થઈ ચુક્્યુ છે. ૧૭ તાલુકાઓમાં તો ૧ ઇંચ કરતા વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે નજર કરીએ તો અત્યાર સુધી રાજ્યના ૧૦૦ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડી ચૂક્્યો છે. મહેસાણામાં બે કલાકમાં ૩ ઈંચ વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં પોણા ૩ ઈંચ વરસાદ, ગાંધીનગરના દહેગામમાં બે ઈંચ વરસાદ, રાજકોટના પડધરીમાં પોણા બે ઈંચ વરસાદ, લુણાવાડા, છોટાઉદેપુરમાં પોણા ૨ ઈંચ વરસાદ, માણસા, ગોધરા, જલાલપોરમાં દોઢ ઈંચ વરસાદ, ઘોઘંબા, પાવીજેતપુર, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ, સંજેલી, તાલાલા, દેવગઢબારિયામાં ૧ – ૧ ઈંચ વરસાદ, સાયલા અને લાઠી, ખંભાળિયામાં ૧ – ૧ ઈંચ વરસાદ ખાબક્્યો છે, જ્યારે રાજ્યના ૩૦ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો છે. રાજ્યભરમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે બુધવારે રાત્રે ૧૦.૩૦ કલાકની આસપાસ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના સેટેલાઈટ, જાધપુર, પ્રહલાદનગર, બોપલ, મણિનગર, નહેરુનગર, ઈસ્કોન, બોડકદેવ, વસ્ત્રાપુર સહિત પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તો સાથે પવન પણ ફૂંકાયો હતો. તો પશ્વિમ વિસ્તારમાં પણ મેઘરાજાએ પધરામણી કરી હતી. વરસાદના પગલે અમદાવાદમાં ઠંડા પવનો શરૂ થઈ ગયા છે. લોકોને ગરમીમાંથી મુક્તિ મળી છે. મોડી રાતથી જ અમદાવાદ શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરમાં દિવસ દરમિયાન છુટા છવાયા વાદળો રહ્યાં બાદ મોડી સાંજથી કાળા ડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતા. દરમિયાન રાત્રે સવા દશ વાગ્યાના અરસામાં શહેરના વિવિધ વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના સરખેજ વિસ્તારમાં બે કલાકમાં જ સવા ઈંચ જેટલો વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જાકે બે કલાકમાં શહેરમાં એવરેજ ૧ ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો. વરસાદી માહોલના કારણે શહેરીજનોનો અસહ્ય ઉકળાટ અને બફારથી છુટકારો મળ્યો હતો. બુધવારે મોડી રાત્રે અમદાવાદ શહેરના મણિનગર, જશોદાનગર, વટવા, વસ્ત્રાલ, ઈસનપુર, રબારી કોલોની, નિકોલ, નરોડા, નારોલ, બાપુનગર, ઓઢવ, અમરાઈવાડી, રખીયાલ, ગોમતીપુર, સરસપુર, જમાલપુર, ખાનપુર, પાલડી, ગોતા, શીલજ, સત્તાધાર, મેમનગર, નારણપુર, વાડજ, રાણીપ, ચાંદલોડીયા, ઘાટલોડીયા, એસજી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં મોડી રાત્રે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. માત્ર બે કલાકમાં જ શહેરમાં એક ઈંચ જેટલો સાર્વત્રીક વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. અત્રે ઉલ્લેખીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સોમવારના રોજ અમદાવાદ શહેરમાં સારા પ્રમાણમાં વરસાદ પડયો હતો. જેના કારણે વિવિધ વિસ્તારમાં ઘુંટણસમા પાણી પણ ભરાઈ ચૂક્્યાં હતા. બાદમાં એક દિવસા વિરામ પછી આજે બુધવારે મોડી રાત્રે શહેરના મોટાભાગના વિસ્તારમાં તેજ પવન સાથે વરસાદ શરૂ થયો હતો.આ સિવાય અડાલજમાં પણ વરસાદી માહોલ બન્યો હતો. આમ અમદાવાદ શહેરમાં બુધવારે મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી. વડોદરાના પાદરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. આસપાસના તાલુકામાં પણ વરસાજી માહોલ સર્જાયો છે. વડોદરામાં વરસાદને કારણે વીજળી ગુલ થવાની માહિતી સામે આવી રહી છે. તો વીજળીના કડાકા પણ જાવા મળ્યા હતા. પાટનગર ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં પણ મેઘો જામ્યો છે.

Follow Me:

Related Posts