fbpx
ગુજરાત

અમદાવાદ રેલવે સ્ટેશન પર વેન્ડિંગ મશીનથી મુસાફર ખરીદી શકશે માસ્ક, સેનિટાઇઝર

અમદાવાદ રેલવે સ્ટેશન પર નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓને કોરોનાના કહેરથી બચવવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. મુસાફર સ્ટેશન પરથી માસ્ક, સેનિટાઇઝર અને ઁઁઈ કીટની ખરીદી કરી શકે એ માટે ખાસ વેન્ડીગ મશીન મૂકવામાં આવ્યું છે. આ મશીનમાં ઓનલાઇન અને રોકડ વ્યવહારની પણ સુવિધા આપવામાં આવી છે. રેલતંત્રએ જણાવ્યું હતુ કે, પશ્ચિમ રેલવેનો આ પ્રથમ પ્રયોગ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓટોમેટિક વેન્ડીગ લગાવવામાં આવ્યું છે. જેના દ્વારા દ્ગ૯૫ માસ્ક, ૩ પ્લાય માસ્ક અને સેનિટાઇઝર મેળવી શકાશે. આ સુવિધાથી યાત્રી અને રેલ ઉપભોક્તાને લાભ મળશે. આ મશીનમાં ઇ પેમેન્ટ અને કેશ પેમેન્ટનો પણ વિકલ્પ છે અને ઁઁઈ કીટ પણ ઉપલબ્ધ રહેશે જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને બજાર કિંમતે મેળવી શકાશે. ગુજરાતમાં કોરોના વાયરસ વધુ વકર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ૫૧૩ કેસ નોંધાયા છે.
જ્યારે વધુ ૩૮ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ૫૧૩ કેસમાં સૌથી વધુ અમદાવાદમાં ૩૩૦, સુરતમાં ૮૬, વડોદરામાં ૩૯ ગાંધીનગરમાં ૧૧, ભરૂચમાં ૭ તેમજ મહેસાણા અને આણંદમાં ૫-૫ કેસ નોંધાયા છે. બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૬ દર્દીઓ રજા અપાઈ છે. રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવનો આંક ૨૨૦૬૦ને પાર પહોંચી ગયો છે. તો મોતનો કુલ આંક ૧૪૭૦ને વટાવી ગયો છે. તો રાજ્યમાં કુલ ૧૫૧૦૯ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કોરોનાનાં કુલ ૫૫૭૩ એક્ટિવ કેસ છે.
જેમાંથી ૬૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો ૫૫૧૨ દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાના કેસમાં ભારત વિશ્વમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. દેશમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહ્યાં છે. સ્પેન અને યુકેથી ભારત પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. ભારતમાં ૨.૯૭ લાખથી વધુ પોઝિટિવ કેસ છે. ેંજીછ, બ્રાઝિલ અને રશિયા બાદ ભારત ચોથા સ્થાને છે. અત્યાર સુધી દેશમાં ૧,૪૬,૦૭૪ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાથી ૮,૩૨૧ લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં ૨૪ કલાકમાં ૯,૮૪૬ કેસ વધ્યા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૯૭,૦૦૧ થઇ છે. ૨૪ કલાકમાં ૨૧૪ દર્દીના મૃત્યુ થયા છે.

Follow Me:

Related Posts