fbpx
ગુજરાત

સુરતમાં વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી કેનાલ મારફતે ૬૭૭૨ ક્યુસેક પાણી છોડાયું

ઉકાઈ ડેમના કેચમેન્ટમાં મેઘરાજાની એન્ટ્રી થઈ નથી. જાકે, ડેમ ફુલ ભરાયો હોવાથી તંત્રએ આગોતરુ આયોજન કર્યું છે અને એક હાઈડ્રોમાં ૫૦૦૦થી ૬૭૭૨ ક્્યુસેક પાણી કેનાલ મારફતે છોડી વીજ ઉત્પાદન શરૂ કર્યું છે. આ સાથે ડેમનું લેવલ ઘટાડી રહ્યા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં હજુ વરસાદ શરૂ થયો નથી. જેથી ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા નથી. જાકે, આ વર્ષે ડેમ ગત વર્ષ કરતા ૪૩ ફૂટ વધારે ભર્યો હોવાથી તંત્ર કોઈ ચાન્સ લેવા માંગતા ન હોય તેમ આગોતરુ આયોજન કરી રહ્યા છે. જેથી ઉકાઈ ડેમનો એક હાઈડ્રો શરૂ કર્યો છે. આ હાઈડ્રોમાં ૫૦૦૦થી ૬૭૭૨ ક્્યુસેક પાણી છોડતા જ વીજ ઉત્પાદન શરૂ થઈ ગયું છે. સવારે ઉકાઈ ડેમની સપાટી ૩૧૮.૫૪ ફૂટ નોંધાઈ છે. હાઈડ્રો મારફત તથા ઈરીગેશન માટે મળી ૬૭૭૨ ક્્યુસેક પાણીનો આઉટ ફ્લો છે.

Follow Me:

Related Posts