fbpx
ગુજરાત

અમરનાથ યાત્રા ૧૫ દિવસની અને કોરોના ટેસ્ટ ફરજીયાત કરાતા ગુજરાતીઓ નારાજ

જમ્મુ – કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દેશભરમાંથી દર વર્ષે ૩ લાખથી વધુ યાત્રિકો આ યાત્રાએ જતા હોય છે તેમાં સૌરાષ્ટÙમાંથી બાબાના દર્શને જતા ગુજરાતીઓની સંખ્યા વિશેષ હોય છે. કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે અમરનાથ યાત્રા ૧૫ દિવસની કરી દેવામાં આવી છે. યાત્રિકો માટે આ વર્ષે કોરોના ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવતા ભાવિકોમાં આ મામલે કચવાટ જાવા મળી રહયો છે અને ટેસ્ટ સહિતનાં આકરા નિયમોને કારણે આ વર્ષે યાત્રિકોની સંખ્યામાં મોટો ઘટાડો થશે તેવા નિર્દેશો મળી રહયા છે. અમરનાથ યાત્રા માટે દર વર્ષે સૌરાષ્ટÙ માંથી જ આશરે ૧૦ હજાર જેટલા યાત્રિકો જતા હોય છે અને અનેક સેવાભાવી સંસ્થાઓ અગાઉથી જમ્મુ અને ચંદનવાડીમાં ભંડારા માટે સ્વયંસેવકો સાથે જતા હોય છે.
અમરનાથ યાત્રાએ જવા યાત્રિકો લગભગ બે મહિના પૂર્વેથી તૈયારીઓ કરતા હોય છે. સમુદ્ર તટથી ૩૮૮૦ મીટર ઉંચાઈએ આવેલી પવિત્ર અમરનાથની ગુફાનાં દર્શન કરવા દર વર્ષે ૩ લાખથી વધુ ભાવિકો આવતા હોય છે. આ વર્ષે યાત્રાનું સંચાલન કરનાર અમરનાથ શ્રાઈન બોર્ડે કોરોના ટેસ્ટ ઉપરાંત ૫૫ વર્ષથી ઉંમરના લોકો માટે યાત્રા માટે મંજુરી ન આપતા હજારો ભાવિકોએ અમરનાથ યાત્રાએ જવાનું ટાળ્યુ છે. અમરનાથ યાત્રા જવા માટે રજીસ્ટ્રેશન માટે બે ખાનગી બેન્કોને મંજૂરી અપાઈ છે. પરંતુ, આ અંગેની કોઈ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી નથી. આ વર્ષે અમરનાથ યાત્રા તા. ૨૧ જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી માત્ર ૧૫ દિવસની કરવામાં આવી છે. ખાનગી બેન્કોમાં મહિનાઓ અગાઉ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.
અમરનાથ યાત્રએ જવા માટેનો પ્લાન કરી રહેલા અનેક યાત્રિકોએ જણાંવ્યુ હતું કે આ વર્ષે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ઉપરાંત ટ્રેન હજુ ચાલુ થઈ નથી એટલે રિઝર્વેશનનો પણ પ્રશ્ન છે. હવાઈ સેવા પણ શરુ થઈ નથી આમ આવવા – જવાના પ્રશ્નો છે. આતંકવાદની ભીતીથી ભાવિકો ડરતા નથી પરંતુ આ વર્ષે આકરા નિયમો અને કોરોનાનાં સંક્રમણનાં ખતરાથી અનેક લોકોએ યાત્રાએ જવાનું માડી વાળ્યુ છે. રાજકોટ – સૌરાષ્ટÙ માંથી અનેક સેવાભાવી સંસ્થાઓ જમ્મુ અને ચંદનવાડીમાં ભંડારા ખોલવા જતી હોય છે પણ આ વર્ષે ચંદનવાડીનો રુટ બંધ રાખવામાં આવ્યો છે માત્ર બાલતાલ રુટ જ ખુલ્લો મુકાશે તેથી સેવાભાવી સંસ્થાઓમાં પણ અવઢવ જાવા મળી રહી છે.

Follow Me:

Related Posts