fbpx
ગુજરાત

સુરતમાં આરોગ્ય વિભાગે આઠ ખાનગી ડાક્ટરોને ફટકારી શો કોઝ નોટિસ

મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ માટે હાલમાં કતારગામ ઝોન ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. જે પ્રમાણે કતારગામ ઝોનમાં કોરોનાનું સંક્રમણ વધી જતા મનપાએ આ વિસ્તારમાં કડકાઇ તેમજ સમજાવટ બંને રીતે કામગીરી આરંભી છે. પરંતુ હજુ પણ સ્થાનિક કક્ષાએ મનપાને યોગ્ય સપોર્ટ મળતો નથી. કતારગામ ઝોનના ૮ ખાનગી તબીબોએ એરીના દર્દીઓની માહીતી જેમિની એપ્લિકેશનના માધ્યમથી મનપાને આપી ન હોવાથી મનપાએ તબીબોને શો-કોઝ નોટિસ ફટકારવામાં છે. આ સાથે તબીબોને એક દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવામાં આવ્યું છે. જા ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો એપેડેમિક એક્ટ ૨૦૨૦ હેઠળ કલિનિક તેમજ હાસ્પિટલ સામે મનપા કાનૂની કાર્યવાહી કરશે. સુરત શહેરની ખાનગી હાસ્પિટલ, કલિનિકમાં સામાન્ય તાવ, શરદી અને ખાસીની સારવાર લેતા દર્દીઓની માહીતી તબીબોએ જેમિની એપ્લિકેશનના માધ્યમથી મનપાને આપવાની હોય છે. જેથી કરી મનપાને તમામ માહિતી મળી રહે. કતારગામ ઝોનમાં પોઝિટિવ દર્દીની હિસ્ટ્રી તપાસ કરતા સમયે કેટલાક કિસ્સામાં ખાનગી હોૅસ્પિટલમાં સારવાર લીધી હોય તેવા પોઝિટિવ કેસ મળી આવ્યા છે, પરંતુ ડાકટરો તરફથી દર્દીઓનાં લક્ષણની જાણ જેમિની એપ્લિકેશન પર કરવામાં આવી ન હતી. આ મામલે મનપાએ આઠ તબીબોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામને સૂચના પણ આપવામાં આવી છે કે શા માટે તમે માહિતી

Follow Me:

Related Posts