fbpx
ગુજરાત

રાજ્યમાં ૬૭ તાલુકામાં વરસાદ : સૌથી વધુ ધરમપુરમાં સવા ત્રણ ઇંચ

રાજ્યમાં ચોમાસાની આગેકૂચ યથાવત છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ૧૪ તાલુકામાં એક ઈંચથી લઈને સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટÙમાં ધોધમાર ૨થી ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જળાશયોમાં ગત વર્ષ કરતાં ૨૦ ટકા વધુ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારે ૧૮-૧૯ જૂને સૌરાષ્ટÙ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી આગાહી હવામાન વિભાગે કરી છે.
જ્યારે અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી શુક્રવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા ઝાપટાં પડશે. આગામી શનિવાર-રવિવાર દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. ગઇકાલે અમદાવાદમાં ભેજનું પ્રમાણ ૮૧% અને દિવસનું તાપમાન ૩૫.૮ ડિગ્રી નોંધાયું હતું.
વલસાડના ધરમપુરમાં ૩.૩૨ ઈંચ, અમરેલીના લિલિયામાં ૩.૨૪ ઈંચ, અમરેલીમાં ૨.૫૬ ઈંચ, ગીરસોમનાથના કોડિનારમાં ૨.૧૨ ઈંચ, જુનાગઢના ભેસણમાં ૧.૪૪ ઈંચ, અમરેલીના ખાંભામાં ૧.૩૬ ઈંચ, સુરતના મહુવામાં ૧.૨૪ ઈંચ, રાજકોટના ધોરાજીમાં ૧.૧૬ ઈંચ, સુરતના માંગરોળમાં ૧.૧૨ ઈંચ, જુનાગઢના માંગરોળ, અમરેલીના બગસરા અને ગીરસોમનાથના ઉનામાં ૧.૦૪ ઈંચ વરસાદ નોંધાયો હતો.
બુધવારે વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર, સોમનાથ, દીવ, ગુરૂવારે નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, દીવ, શુક્રવારે ભરૂચ, ડાંગ, સુરત, તાપી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ જ્યારે શનિવારે ભરૂચ, સુરત, અમરેલી, ગીર, સોમનાથ, દીવમાં ભારે વરસાદપડી શકે છે.
નવસારીના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં શરૂ થયેલાં વરસાદના કારણે ડેમમાં નવા નીર આવતા જુના પાણીના સંગ્રહને નદીમાં છોડવામાં આવ્યું હતું. પ્રથમ ફ્રેઝમાં ડેમના ૪૦ દરવાજામાંથી ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતાની સાથે જ નદી કિનારે આવેલાં ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આવતા અઠવાડિયામાં ડેમના અન્ય ૨૦ દરવાજાઓ ખોલવાનું આયોજન કરવામાં આવશે.

Follow Me:

Related Posts