fbpx
ગુજરાત

રાહતઃ કોટ વિસ્તારમાં છેલ્લા ૨૫ દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો

કોરોનાના કહેર વચ્ચે શહેરના કોટ વિસ્તારના સંકટના વાદળો દૂર થવાના સંકેત જાવા મળી રહ્યા છે. છેલ્લા ૨૫ દિવસમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે શહેરના અન્ય વિસ્તાર કે જ્યાં ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનમાં કેસ સતત વધી રહ્યા છે.
અગાઉ કોટ વિસ્તારમાં દૈનિક ૫૦-૬૦ કેસ નોંધાતા હતા, જ્યાં હાલ દૈનિક ૨૫-૩૫ કેસ નોંધાઈ રહ્યા છે. મધ્ય ઝોનમાં ૨૧ મે સુધી ૨૬૪૬ કેસ નોંધાયા છે, જે ૨૫ દિવસ બાદ ૩૭૩૭ સુધી પહોંચ્યા છે. ૨૫ દિવસ પહેલા અહીં ૧૧૨૩ એક્ટિવ કેસ હતા, જે ગઈ કાલ સુધી ૩૭૬ સુધી પહોંચ્યા છે. જયારે અત્યાર સુધી ૧૭૬૪ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
જાકે સારા સમાચારની સાથો સાથે પશ્ચિમ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોન માટે પરિ મળી રહી છે. અહીં વાત કરીએ ૨૫ દિવસનાં તફાવતની તો કેસની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. પશ્ચિમ અમદાવાદમાં ૨૧ મે સુધી કોરોનાના કુલ ૯૪૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે ૨૫ દિવસ બાદ એટલે કે ૧૫ જૂન સુધીમાં ૨૧૭૮ સુધી આંકડો પહોંચ્યો છે. વાત કરીએ પશ્ચિમ ઝોનના એક્ટિવ કેસની તો તેમાં પણ વધારો થયો છે. ૨૧ મેના રોજ પશ્ચિમ ઝોનમાં ૫૦૭ એક્ટિવ કેસ હતા, જે ૧૫ જુનના રોજ ૬૬૦ છે.
ઉત્તર ઝોનમાં પણ ૨૫ દિવસમાં કોરોનાના બમણાં કેસ નોંધાયા છે. ૨૧ જૂનના રોજ અહીં કુલ કોરોનાના ૧૨૯૮ કેસ નોંધાયા હતા અને ૭૯૬ એક્ટિવ કેસ હતા. ૨૫ દિવસ બાદ કેસમાં વધારો થતા ઉત્તર ઝોનમાં અત્યાર સુધી કોરોના ના ૨૯૯૫ કેસ થયા, જ્યારે એ૮૫ છે.
આ ઉપરાંત પૂર્વ ઝોનમાં પણ કોરોનાના કેસમાં ૨૫ દિવસમાં ૪૧.૯૦ ટકાનો વધારો નોંધાયો છે. ૨૧ મે સુધી પૂર્વ ઝોનમાં ૯૬૬ કેસ નોંધાયા હતા, જે ૨૫ દિવસ બાદ ૨૩૦૫ સુધી પહોંચ્યા છે. અહીં એ પણ ઘટાડો થયો નથી. ૨૧ મેના રોજ પૂર્વ ઝોનમાં ૫૮૩ એ જયારે ૧૫ જુનના રોજ ૫૮૭ એ.

Follow Me:

Related Posts