fbpx
ગુજરાત

રાજ્યસભા ચૂંટણી બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ

રાજ્યસભાની આવનારી ચૂંટણી બાદના દિવસોમાં ભાજપ સંગઠનને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. જૂનના અંતમાં ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાની પ્રબળ શક્યતા છે. જૂનના અંતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી પ્રબળ સંભાવના વ્યકત કરાઇ રહી છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ લેઉવા પાટીદાર સમાજમાંથી હોય તેવી શક્્યતા છે. સંગઠનમા ફેરફાર બાદ કેબિનેટ મંત્રી મંડળમાં પણ ફેરફાર થશે. જેમાં કેબિનેટ મંત્રી મંડળમાં બે નવા પ્રધાનો ઉમેરાશે. જીતુ વાઘાણી અને શશીકાંત પંડયાને મંત્રી મંડળમાં મળી શકે છે. શશીકાંત પંડ્યાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળે તેવી સંભાવના.
જ્યારે કે જીતુ વાઘણાને કેબિનેટ પ્રધાન બનાવાય તેવી શક્્યતા છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યો બચાવવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં રાજ્યસભાની ૧૯ જૂને યોજાનારી ચાર બેઠકોની ચૂંટણીને ગણતરીના દિવસ જ બાકી છે. ત્યારે અલગ અગલ જગ્યાએ રોકાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને અમદાવાદ લવાઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ તેના તમામ ધારાસભ્યોને અમદાવાદમાં હોટલ ઉમેદમાં લાવી રહી છે. અશ્વિન કોટવાલ, લાખાભાઈ ભરવાડ, અનિલ જાશીયારા, જશુભાઈ પટેલ, ચંદનજી ઠાકોર, કિરીટ પટેલ સહિતના ધારાસભ્યો હોટલ ઉમેદમાં રોકાયા છે. સિદ્ધાર્થ પટેલ અને નરેશ રાવલ પણ અમદાવાદ પહોંચ્યા હતા.
સૌરાષ્ટÙના ધારાસભ્યો મોડી સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. જેમાં અર્જુન મોઢવાડીયા, લલિત કગથરા, લલિત વસોયા અને હાર્દિક પટેલ સહિતના લોકો હોટેલ ઉમેદ પહોંચ્યા હતા. તો આજે પ્રભારી રાજીવ સાતવ પણ અમદાવાદ આવશે. તો સાથે બી.કે.હરિપ્રસાદ અને રજનીતાઈ પાટીલ પણ અમદાવાદ આવશે અને તેઓ ધારાસભ્યો સાથે ચર્ચા કરશે. કોંગ્રેસે હોટલ ઉમેદના તમામ રૂમ બુક કરાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કેવી રીત કરવું તેની સમજ આપશે અને વ્હીપ આપશે.

Follow Me:

Related Posts