fbpx
ગુજરાત

સુરત શાકભાજીના વેસ્ટમાંથી કમાણી કરવાનો એપીએમસીએ શોધ્યો રસ્તો

વેસ્ટનો ઉપયોગ કરી બેસ્ટ વસ્તુ બનાવી લાખો રૂપિયાની આવક મેળવવાનો કીમિયો સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ શોધી કાઢ્યો છે. અત્યાર સુધી દરરોજ એપીએમસી માર્કેટમાં ૪૦ થી ૫૦ ટન સુધી શાકભાજીનું વેસ્ટ ભેગું થતું હતું. જેને હટાવવા માટે લાખો રૂપિયા મહાનગર પાલિકાને આપવામાં આવતા હતા. આજ શાકભાજીનો ઉપયોગ કરી ગેસનું ઉત્પાદન અને ખાતર બનાવી કરોડો રૂપિયા કમાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે એપીએમસી ગુજરાત ગેસને બાયો સીએનજી ગેસ વેચી એપીએમસી લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું, તો રવિવારે શું થશે? સુરત સ્થિતિ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીમાં દરરોજ હજારો ટન શાકભાજી વેચાણ માટે આવે છે. સારું શાકભાજી તો વેચાય જાય છે,
પરતું બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ વેપારીઓ દ્વારા એપીએમસીમાં જ નાંખવામાં આવે છે. આમ અંદાજે ૪૦ થી ૫૦ ટન સુધી બગડેલા શાકભાજી અને શાકભાજીનો વેસ્ટ દરરોજ નીકળતો હોય છે. મહાનગર પાલિકા આ વેસ્ટ હટાવવા માટે એપીએમસી પાસે લાખો રૂપિયાનો સર્વિસ ચાર્જ વસુલ કરતી હતી. પરંતુ એપીએમસી સુરતને મિનીસ્ટ્રી ઓફ નેચરલ એન્ડ રીન્યુએબલ એનર્જી વિભાગ દ્વારા શાકભાજીના વેસ્ટમાંથી ગેસનું ઉત્પાદન કરી શકાય તેવા પ્રોજેક્ટ અંગે તેમને માહિતી મળી હતી. આ વિશે એપીએમસીના ચેરમેન રમણ જાનીનું કહેવુ છે કે,
સુરત એપીએમસીમાં દરરોજ ૪૦ થી ૫૦ ટન શાકભાજીનો વેસ્ટ નીકળતો હોવાથી અહીં પણ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. થોડા મહિનાઓ પહેલા જ તેનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હતું. એપીએમસી દ્વારા આ ગેસને વેચવા માટે કરાર કરવામાં આવ્યો છે. એપીએમસી સાથે ગુજરાત ગેસ કંપનીએ કરાર કર્યો છે. દરરોજ એપીએમસી દ્વારા ઉત્પાદિત ૫૧૦૦ સ્ટાન્ડર્ડ ક્્યુબિક મીટર બાયો સીએનજી ગેસ ગુજરાત ગેસને વેચવામાં આવે છે. જેના બદલામાં આંતરરાષ્ટÙીય બજાર પ્રમાણેનો ભાવ એપીએમસીને મળી  છે. ગેસ ઉત્પાદિત કરી વેચાવાનારી સુરત એપીએમસી દેશની પ્રથમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે.

Follow Me:

Related Posts