fbpx
ગુજરાત

હજુ પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમા હજુ આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.૧૭ અને ૧૮ના રોજ વલસાડમા ભારે વરસાદ પડવાની શક્્યતાઓ છે. તા.૧૯ના રોજ વલસાડ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે. તા.૨૦ અને ૨૧ જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દિવ, દમણ અને દાદરા હવેલીમા પણ પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વેધર વોચ ગ્રુપની મંગળવારે યોજાયેલી ઓનલાઈન બેઠકમાં હવામાન વિભાગ તરફથી એવી જાણકારી અપાઈ કે રાજ્યમાં બે અઠવાડિયામાં ઝાઝા વરસાદની શક્યતા નથી પણ ૨૬મી જૂનથી બીજી જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં ૧૫મી જૂન સુધીમાં ૧૧.૪૬ ટકા વરસાદ થયો છે. છેલ્લા ૩૦ વર્ષમાં રાજ્યમાં સરેરાશ સિઝનમાં ૮૩૧ મિલીમીટર વરસાદ થાય છે. જેની સામે અત્યાર સુધીમાં ૯૫.૨૫ મિલીમીટર એટલે કે ૧૧.૪૬ ટકા વરસાદ નોધાયો છે. જા કે હજી કચ્છના અબડાસા અને લખપત અને દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં વરસાદ થયો નથી. બેઠકમાં હવામાન વિભાગ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી જણાવ્યું હતું કે, આ અઠવાડિયે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટÙ અને કચ્છના કેટલાક ભાગોમાં હળવોથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
બેઠકમાં કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવાયું હતું કે, ૧૫મી જૂન સુધીમાં રાજ્યમાં ૧૩.૯૪ લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવેતર થયું છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા સરેરાશ વાવેતર ૧૬.૪૨ ટકા વાવેતર છે. ગયા વ્ષે આ સમયગાળામાં માત્ર ૨.૦૭ લાખ હેક્ટરમાં જ વાવેતર થયું હતું. રાજ્યમાં જા વરસાદ વરસાદ થાય તો તેની પૂર્વ તૈયારી સંબંધમાં આ બેઠકમાં ચર્ચા પણ થઈ હતી. આ બેઠકમાં માર્ગ-મકાન વિભાગ, વનવિભાગ, સેન્ટ્રલ વોટર કમિશન, એનડીઆરએફ-એસડીઆરએફના અધિકારીઓ પણ સામેલ થયા હતા.

Follow Me:

Related Posts