fbpx
ગુજરાત

સુરત વેપારીઓ દ્વારા શરૂ કરાયું ‘સાડી ખરીદો, કોરોના સામે મજબૂતીથી લડો’ અભિયાન

હાલ આખું વિશ્વ કોરોના રોગચાળા સામે લડત લડી  છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, સેનેટાઇઝેશન કરવું અને નિરંતર હાથ ધોવા જેવી સરકારી અને તબીબોની ગાઈડલાઈનનું લોકો દ્વારા પાલન કરવામાં આવી  છે. ભારતમાં પણ કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે જેથી સતત સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેથી સરકાર દ્વારા લોકોને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
ત્યારે હવે સુરતના કાપડ વેપારીઓ કોરોના સામેની લડાઈમાં લોકોને જાગૃત કરવા માટે એક નવા મિશન સાથે આવ્યા છે. માહિતી મુજબ ‘સાડી ખરીદો, કોરોના સામે મજબૂતીથી લડો’ આ નારા સાથે સાડીના વેપારીઓએ એક નવું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અભિયાન હેઠળ જા કોઈ ગ્રાહક સુરતમાં બનેલ કોઈ સાડી ખરીદવા ઇચ્છે છે તો વેપારી ગ્રાહકને ‘કોરોના કવચ’ નામનું એક બોક્સ ઓફર કરે છે. જા કે, આ સાડીનું જ બોક્સ હોય છે.
રિપોર્ટ મુજબ આ બોક્સની અંદર સાડીની સાથે મેચિંગ માસ્ક, સેનિટાઇઝર, આયુર્વેદિક ઉકાળાનો પાવડર અને હોમિયોપેથીની દવાઓ પણ ઓફર કરવામાં આવે છે. જે ગ્રાહકને કોવિડ-૧૯થી બચાવવામાં મદદ કરશે. સુરતના એક ટેક્સટાઇલ માર્કેટ, જ્યાંની સાડીઓ દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. ત્યાં આ જાગરૂકતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓના જણાવ્યા મુજબ સાડી દરેક મહિલાની પસંદ હોય છે તેથી જા દરેક ઘરમાં એક સાડી ખરીદવામાં આવે તો દરેક ઘરમાં કોવિડ ૧૯ સામે જાગૃતીને બળ મળશે. આ કોવિડ કચવ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. સાડીની કિંમત ૫૦૦ રૂપિયાથી લઈ ૫૦૦૦ રૂપિયા સુધી છે.

 

Follow Me:

Related Posts