fbpx
ગુજરાત

ચાલુ વર્ષે ૧૫મી જૂન સુધીમાં જ સિઝનનો ૯.૧૯ ટકા વરસાદ, ૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યા

ગુજરાતમાં ચાલું વર્ષે ચોમાસું સારું હોવાના એંધાણ મળી રહ્યા છે. જેના કારણે જગતનો તાત ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશના ખેડૂતોએ પ્રિ-મોન્સૂનમાં સારો વરસાદ પડતા જ વિવિધ પાકોનું વાવેતર કરી લીધું છે. બીજી બાજુ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી પણ ૧૨૭.૧૬ મીટરે પહોંચી ગઈ છે. જેથી ખેડૂતોને સિંચાઈના કે પીવાના પાણીના કોઈ પ્રશ્નો હાલ દેખાઈ રહ્યા નથી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થતા ૧૨૦૦ મેગાવોટનાં તમામ ૬ યુનિટ શરૂ કરાયા છે. જેથી રોજનું ૫ થી ૬ કરોડનું વીજ ઉત્પાદન થઈ  છે. વીજ મથક શરૂ થતાં ૪૦ હજાર ક્્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાતા નર્મદા નદી બન્ને કાંઠે વહી રહી છે.
ગોરાનો જૂનો ડૂબાડૂબ પુલ ડૂબી ગયો છે. કેનાલ હેડ પાવર હાઉસના પણ બે યુનિટ શરૂ કરતા કુલ ૨૭૩૨૬ મેગાવોટનું વીજ ઉત્પાદન થયું છે. લાઈવ સ્ટોરેજ ૨૫૭૧ મિલીયન ક્્યુબીક મીટર જમા થયો છે. મુખ્ય કેનાલમાં ૧૦૯૦૭ ક્્યુસેક પાણી છોડાય  છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટરે જણાવ્યું હતુ કે, નર્મદા બંધની જળ સપાટી આજે તા. ૧૭ મી જુન, ૨૦૨૦ ના રોજ સવારે ૧૨૭.૪૬ મીટર થઇ છે અને લાઇવ સ્ટોરેજ ૨૭૦૦ એમસીએમ ની આસપાસ છે.
પાણીના દ્રષ્ટÙીનું વર્ષ ૩૦ જુને પુર્ણ થાય અને ગુજરાતના ભાગે જે હિસ્સો આવે એ હિસ્સા પ્રમાણે મધ્યપ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી  છે. જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. તેની મુખ્ય નહેર દ્વારા લગભગ ૮, ૬૦૦ ક્્યુસેક પાણી ગુજરાતના અલગ અલગ પ્રદેશમાં પહોચાડવામાં આવી  છે. ઈન્ડીયન મેટેરોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ નોર્મલ રહેવાની આગાહી કરવામાં આવેલ છે આમ, આ વર્ષે પણ નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કુલ સપાટી સુધી થઈ શકશે એવી આશા છે. પાણીની કુલ સપાટી એટલે કે ૧૩૮.૬૮ મીટર (૪૫૫ ફુટ) પાણીનો સંગ્રહ ૯,૪૬૦ મિલિયન ક્્યુબીક મીટર થશે.

Follow Me:

Related Posts