fbpx
ગુજરાત

રાજકોટ શહેરમાં ૧૧૮ અને ગ્રામ્યમાં ૫૭ કેસ નોંધાયા

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. સુરતથી આવેલા ૬૨ વર્ષીય જેતુનબેન કાળુભાઈ પઠાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ વૃદ્ધાને આઈસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગે દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ જામનગરમાં વધુ ૧ કેસ કોરોના પોઝિટિવ નોંધાયો છે. રાજકોટ ગ્રામ્યમાં ૫ કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૮ થઇ છે. આમ ગ્રામ્યમાં કુલ ૫૭ કેસ અને રાજકોટમાં શહેરના ૧૧૮ કેસ મળી કુલ ૧૭૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts