fbpx
ગુજરાત

કોરોના સંકટ જાતા વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં આપી રાહત

શહેરના કોટ વિસ્તારમાં આવેલી એક સ્કૂલે ટ્યૂશન ફીમાં માફી આપ્યા બાદ અન્ય સેલ્ફ-ફાઈનાન્સ સ્કૂલો પણ આમ કરવા પ્રેરાઈ છે. કોવિડ-૧૯ના કારણે આર્થિક સંકડાશમાં મૂકાયેલા વાલીઓને સ્કૂલ ફીમાં રાહત આપવાના અમદાવાદના સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના વચન બાદ આ નિર્ણય લેવાયો છે. ૭૫ વર્ષ જૂની સરસ્વતી વિદ્યા મંડળની ત્રણ સ્કૂલો અસારવા અને સારંગપુર કેમ્પસમાં ચાલે છે. એસવીએમએ આ મહિનાની શરૂઆતમાં વિદ્યાર્થીઓના વાલીઓને ફીમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. એસવીએમના સેક્રેટરી જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું, “એસવીએમદ્વારા સરસ્વતી કુમારશાળા-૧, સરસ્વતી કુમારશાળા-૨ અને અસારવા સ્થિત શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી)માં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને એક મહિનાની ફી માફી આપવામાં આવી છે. આ ફી માફીથી ૨૩૫૦ વાલીઓને લાભ થશે અને ટ્રસ્ટને ફી પેટે ૧૩ લાખ રૂપિયા નહીં મળે. એસવીએમની આ ત્રણ સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની ફી વધારવાનો નિર્ણય પણ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. સાથે જ આ સ્કૂલોના ૧૨૫ શિક્ષકો અને અન્ય સ્ટાફને સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવ્યો છે સાથે જ ૧૦ ટકા વધારાનું ડીએ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, દરિયાપુરમાં આવેલી જે.પી. હાઈસ્કૂલે આ મહિનાની શરૂઆતમાં સૌથી પહેલા ફીમાં રાહત જાહેર કરી હતી. ૧૯૭૩માં સ્થપાયેલી આ સ્કૂલે ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓને એપ્રિલ ૨૦૨૦થી ઓક્ટોબર ૨૦૨૦ સુધી ૭ મહિનાની ફીમાં રાહત આપી છે.
ગોતા વિસ્તારમાં આવેલી શ્રીમતી કે. એન. પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ પણ હવે આ યાદીમાં જાડાઈ છે. સ્કૂલના ટ્રસ્ટી બિપિન પટેલે કÌšં, શાળાએ જીબીએસઈ-સીબીએસઈના વિદ્યાર્થીઓની ફીમાં ૨૫%ની રાહત જાહેર કરી છે. જ્યાં સુધી શાળા નિયમિત ન થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશન ફી પણ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. બિપિન પટેલે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું સાથે જ ૧૦૦ પરિવારોને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો.

Follow Me:

Related Posts