fbpx
ગુજરાત

માસ્ક ન પહેરવાં-થૂંકવા બદલ AMCએ બે દિવસમાં વસુલ્યા ૧૦.૮૯ લાખ

અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનાર ૫,૪૪૫ નાગરિકો પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બે દિવસમાં ૧૦.૮૯ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે, જે પૈકી દક્ષિણ ઝોનમાં ૧,૦૮૫ લોકો પાસેથી બે દિવસમાં ૨.૧૭ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે સૌથી ઓછો દંડ સરખેજ, બોપલ-ઘુમા, શીલજ જેવા વિસ્તાર દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વસૂલવામાં આવ્યો છે ત્યાં બે દિવસમાં માત્ર ૩૫૪ લોકો જ નિયમો ભંગ કરતાં નજરે પડ્યાં હતાં અને તેમના પાસેથી ૭૦,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલાયો હતો.
અમદાવાદના પૂર્વ ઝોનમાં ૧૮મી અને ૧૯મી જૂનના રોજ આમ કુલ બે દિવસમાં ૧૦૦૯ લોકો જાહેરમાં થૂંકતા અથવા માસ્ક વગર રખડતાં જાવા મળ્યાં હતાં અને તેમના પાસેથી ૨.૦૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં નારોલથી નરોડા સુધીના વિસ્તારનો સમાવેશ થાય છે. પશ્ચિમ ઝોનમાં બે દિવસમાં ૧૦૬૯ લોકોને નિયમોનું ઉલ્લંઘન કરતા પકડ્યાં હતાં અને તેમના પાસેથી ૨.૧૩ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
મીઠાખળી, લાગાર્ડન, પાલડી સહિતનો વિસ્તાર પશ્ચિમ અમદાવાદમાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ ૧૫૧ ટીમે શહેરમાં કોરોના મહામારીને લગતાં સામાન્ય નિયમોનું પાલન ન કરનાર લોકો પાસેથી દંડ વસૂલ્યાં હતાં. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ સમગ્ર ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.

Follow Me:

Related Posts