fbpx
ગુજરાત

ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવા નિર્ણય

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાઓમાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ચાલુ હોઈ, મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પુરું પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડાઈ  છે એવું નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના દશ પૈકી આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવાનો નિર્ણય કર્યો છે. તેઓએ ઉમેર્યું કે, નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી હયાત એસ્કેપ સ્ટ્રક્ચરનું સંચાલન કરી હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, મેશ્વો, સાબરમતી, રૂપેણ,પુષ્યાવતી તથા બનાસ મળી કુલ ૧૦ નદીઓમાં નર્મદાનાં પાણી છોડવાની વ્યવસ્થા કરાઈ છે અને તે માટે નર્મદા મુખ્ય નહેરમાં પાણીનું વહેણ ૧૧૦૦૦થી વધારીને ૧૩૦૦૦ ક્્યૂસેક કરાયું છે.
હાલ આ નદીઓ પૈકીનું હેરણ, દેવ, કરાડ, કુન, વાત્રક, સાબરમતી, રૂપેણ અને બનાસ મળી કુલ ૮ નદીઓમાં ૧૮૦૬ ક્્યૂસેક પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે જ્યારે મેશ્વો અને પુષ્પાવતી નદીમાં ટૂંક સમયમાં પાણી છોડાશે. જેના પરિણામે આ વિસ્તારના ખેડૂતોને અને પશુપાલકોને લાભ થશે સાથે સાથે ભૂગર્ભ જળ રિચાર્જ થશે.

Follow Me:

Related Posts