fbpx
ગુજરાત

૨૦ થી ૨૩ જૂન સુધી બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની વકી

ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાની ઋતુનો પ્રારંભ થતો હોય છે ત્યારે અરબી સમુદ્રમાં સર્જાયેલા નિસર્ગ વાવાઝોડાની અસરને લઈ હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો છે. જ્યારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જે બાદ વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધતા મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. જાકે હવામાન વિભાગ દ્વારા આગામી ૨૦ જૂનથી ૨૩ જૂન સુધી બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની શક્્યતા દર્શાવવામાં આવી રહી છે. હાલમાં ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં હવામાનમાં પલટો જાવા મલી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ માટે કામ કરતી એક્્યુવેધરના જણાવ્યાનુસાર ડીસામાં ૩૭.૮ ડિગ્રી, પાલનપુરમાં ૩૮.૦ ડિગ્રી, અમીરગઢમાં ૩૮.૦ ડિગ્રી, અંબાજીમાં ૩૬.૦ ડિગ્રી, આબુરોડ ૩૮.૦ ડિગ્રી, ઈડરમાં ૩૮.૦ ડિગ્રી, મહેસાણામાં ૩૮.૦ ડિગ્રી, ઊંઝામાં ૩૮.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં ૩૮.૦ ડિગ્રી, પાટણમાં ૩૯.૦ ડિગ્રી, મોડાસામાં ૩૮.૦ ડિગ્રી, હિંમતનગરમાં ૩૮.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં ૩૮.૦ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

Follow Me:

Related Posts