fbpx
ગુજરાત

જૂનાગઢમાં ૩ અને બોટાદમાં ૧ કોરોના કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યુ

બોટાદ જિલ્લામાં ૧ અને જૂનાગઢ શહેરમાં આજે વધુ ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢમાં શીશુમંગલ ક્રોસ રોડ મહાકાલ મંદિર પાસે રહેતા ૭૨ વર્ષીય વૃદ્ધનો, ઓઘડનગર જાશીપરામાં રહેતા ૪૨ વર્ષના પુરૂષનો અને સીલ્વર પાર્ક સોસાયટીમાં બ્લોક નં ૩માં રહેતા ૩૨ વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આમ જૂનાગઢ જિલ્લામાં કુલ ૫૫ કેસ નોંધાયા છે. જેમાંથી ૧નું મોત, ૩૪ ડિસ્ચાર્જ અને ૨૦ કેસ એક્ટિવ છે. જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૮૮ કેસ નોંધાયા છે.
બોટાદના સાળંગપુરમાં ૬૧ વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધ કેન્સરના દર્દી હોવાથી સારવાર માટે ભાવનગર હોડાયા હતાં. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ ૭૫ કેસ નોંધાયા છે. જેમાંથી ૨નાં મોત, ૫૮ ડિસ્ચાર્જ અને ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજકોટમાં હાલ ૬૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં વે ૫ અને ૧૩ ઓક્સિજન પર મુકાયા છે એટલે કે ૧૮ દર્દીઓની હાલત ગંભીર છે. ૬૨માંથી ૨૭ દર્દીઓ રાજકોટ શહેરના, ૧૮ રાજકોટ ગ્રામ્ય જ્યારે ૧૭ દર્દીઓ અન્ય જિલ્લાના છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૧૨૩, જિલ્લામાં ૬૫ કેસ નોંધાયા છે. એટલે કો રાજકોટ જિલ્લામાં કુલ ૧૮૮ કેસ પોઝિટિવ નોંધાય છે.

Follow Me:

Related Posts