fbpx
ગુજરાત

અમદાવાદમાં ૭૫ રેલ કર્મીઓ કોરોના પોઝિટિવ, ૧૦થી વધુના મોત

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે આ વાયરસના ભરડામાં અમદાવાદ શહેર સૌથી વધુ અસર ગ્રસ્ત છે. જ્યારે કોરોનાના મામલે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભારતીય રેલ્વેનાં કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં ૭૫થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાને આવ્યું છે.
જેમાં ૧૦ થી વધુ રેલ કર્મચારીઓના મોત કોરોનામાં થઇ ગયા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના મંડળ સંગઠનમંત્રીના જણાવ્યા મુજબ કોરોના સંક્રમણનો ભોગ મોટાપાયે રેલ કર્મચારીઓ બની રહ્યા છે. આથી તકેદારીના ભાગરૂપે તેમજ સોશિયલ ડિસ્ટઇ રહે તે માટે ૫૦ ટકા સ્ટાફને કામના સ્થળે બોલાવવાની માંગણી જીએમ સુધી કરાઇ છે. અમદાવાદ વિભાગમાં ૨૦ હજાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેઓને હાલમાં કોરોના સંક્રમણના કેસમાં ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ રેલવે દ્વારા લાગુ કરાઇ છે.

Follow Me:

Related Posts