fbpx
ગુજરાત

વડાપ્રધાન મોદીએ અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

આજે સમગ્ર દેશ હર્ષોઉલ્લાસથી અષાઢી બીજની ઉજવણી કરી રહ્યો છે. અષાઢી બીજ ધ્યાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વટ કરીને લોકોને શુભેચ્છા આપી છે. આજે જ કચ્છી નવું વર્ષ ઉજવાતું હોવાથી પીએમ મોદીએ કચ્છી ભાષામાં ટ્‌વટ કરીને કચ્છવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત, ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદની ૧૪૩મી રથયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાને ટ્‌વટ કરીને લખ્યું છે કે, અષાઢી બીજના પાવન પ્રસંગે કચ્છી સમુદાયને શુભેચ્છા પાઠવું છું. કચ્છી સમુદાય મહાન સંસ્કૃતિ અને વીરતા માટે જાણીતી છે. આગામી વર્ષ આનંદ અને સારું આરોગ્ય લઈને આવે તેવી હું કામના કરું છું.
વડાપ્રધાને આ ઉપરાંત અન્ય એક ટ્‌વટ કચ્છીમાં કર્યું છે. તેમાં કચ્છના સાંસ્કૃતિક વારસા અને અને વીરતાની વાત રજૂ કરવામાં આવી છે.
ગૃહ મંત્રી અમિત શાહને અમદાવાદની રથયાત્રામાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કારણવશ તેઓ સામેલ ન થઈ શક્્યા. પરંતુ તેમણે પણ ટ્‌વટ કરીને શુભેચ્છા આપવા ઉપરાંત ભગવાન જગન્નાથ કોરોનાની મહામારીથી મુક્ત કરે તેવી કામના કરી હતી.

Follow Me:

Related Posts