fbpx
ગુજરાત

પેટ્રોલ-ડીઝલ ભાવ વધારાને લઇ ડભોઇ,પાદરા અને સાવલીમાં કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ ધ્વારા તાલુકા પ્રમુખ ની આગેવાની હેઠળ હાલની ભાજપા સરકાર ધ્વારા આંતર રાષ્ટÙીય લેવલે ક્રુડ ઓઇલના ભાવ તળીયે હોવા છતા પણ પાછલા અઢાર દિવસથી સતત ભાવ વધારો કરતા આજરોજ સરકારના મનસ્વી વહીવટ અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સહીત સતત વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસ સમિતીએ ડા.આંબેડકર ચોકમા પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચારો પોકારી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ભેગા થઈ વધતી જતી મોંઘવારી તેમજ પેટ્રોલ ડીઝલના સતત ભાવ વધારાને લઈ ભાજપા સરકારના મનસ્વી વહીવટ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં પ્લેકાર્ડ પર જુદાજુદા સુત્રો લખી સુત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. જેમાં તા. કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ, શહેર પ્રમુખ ડા.જીમીત ઠાકર વગેરે જાડાયા હતા.
પાદરામાં પણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારાનો વિરોધ
શહેર અને તાલુકા ના કોંગી કાર્યકરો દ્વારા વિવિધ પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ નાં ભાવ દિવશે દિવશે વધી રહ્યા છે જેથી લોકોને તેનો માર પડી રહ્યો છે ત્યારે કોંગ્રેસનાં પાદરા તાલુકા પ્રમુખ છત્રસિંહ શહેર પ્રમુખ સંજય સોલંકીની આગેવાની હેઠળ પાદરાના એસ ટી ડેપો પાસે કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર અને પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓમાં ઇÂમ્તયાઝ વ્હોરા, તારિક સિંધી , ઇમરાન શેખ, સંતોષ ઠકકર વગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
છેલ્લા પંદર દિવસથી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવના પગલે સમગ્ર દેશની પ્રજા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ઉઠી છે. હાલમાં આંતરરાÂષ્ટÙય બજારમાં ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ઓછી હોવા છતાંય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિવિધ ટેક્સ દ્વારા ભાવ વધે તેવી Âસ્થતિ ઉભી કરે છે પરિણામે પેટ્રોલ કંપનીઓ દિવસેને દિવસે ભાવ વધારો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજરોજ વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સાવલી પોલીસ મથકની સામે સરદાર પટેલના સ્ટેચ્યૂની સામે કોંગી કાર્યકર્તાઓએ આજે ૦૫ઃ૦૦ વિવિધ સૂત્રોચ્ચાર કરીને ભાવ વધારાનો વિરોધ કરીને વાહન વ્યવહાર રોક્્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

Follow Me:

Related Posts