fbpx
ગુજરાત

ગુજરાતમાં જુલાઇ મહિનાથી મેઘરાજા જમાવટ કરશેઃ હવામાન

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૃઆત થયા બાદ હજુ પણ મેઘરાજા મુશળધાર વરસે તે માટે અઠવાડિયાની રાહ જાવી પડશે. ગુજરાત પર એક અપર એર સાયકલોનિક સિસ્ટમ બની છે. પરંતુ કચ્છ અને સૌરાષ્ટÙ તરફ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના પ્રવકતાના જણાવ્યા મુજબ ચોમાસાની શરૃઆત થયા બાદ જે રંગત જામવી જાઇએ તે હજુ જામતી નથી. બે દિવસ સવારના વરસાદ વરસ્યા બાદ બંધ થઇ જાય છે. અને આજે તો મેઘરાજા વરસ્યા જ નથી.
હવામાન અભ્યાસુ જણાવે છે કે ગુજરાતમાં એક વરસાદની સિસ્ટમ બની છે. પરંતુ આ વરસાદ હાલ કચ્છ અને સૌરાષ્ટÙમાં વરસશે. દક્ષિણ ગુજરાતમાં તો હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં જુલાઇ મહિનાથી મેઘરાજા જમાવટ કરશે તેવુ હવામાનવિદો જણાવે છે. આ આગાહી વચ્ચે હાલ ભેજવાળા પવન ફુંકાતા હોવાથી શહેરમાં અસહય ગરમી ઉકળાટનું મૌજુ ફરી વળ્યુ છે. આજે સુરતનું અધિકતમ તાપમાન ૩૨.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા, હવાનું દબાણ ૧૦૦૩.૨ મિલીબાર દક્ષિણ-પૂર્વ દિશામાંથી કલાકના ૧૦ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા.

Follow Me:

Related Posts