fbpx
ગુજરાત

ગાંધીધામ અને આડેસરમાં ઝાપટા, મોટા ભાગનું કચ્છ કોરૂ

છેલ્લા બે દિવસથી વિરામ લેનારા મેઘરાજાએ ગુરૂવારે પૂર્વ કચ્છના ગાંધીધામ અને આડેસરમાં ઝાપટા રૂપે હાજરી પુરાવી હતી. આ સિવાય મોટા ભાગનો જિલ્લો કોરો રહ્યો હતો. ગાંધીધામમાં સવારે ૧૧ કલાક આસપાસ વરસાદી ઝાપટુ વરસ્યુ હતું. સામાન્ય કહી શકાય તેવા વરસાદમાં પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.વરસાદના પગલે થોડી ઠંડક પ્રસરતા અસહ્ય બફારાનો સામનો કરતા લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાં મૌસમનો સારો કહી શકાય તેવો વરસાદ પડયો નથી.અગાઉ બે રાઉન્ડ વરસાદના થયા તેમાં પણ પાલિકાની નિર્બળતાને કારણે પાણીનો નિકાલ થવામાં વિલંબ થયો હતો.દર વર્ષની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નગર પાલિકાને રસ ન હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે.મુખ્ય રસ્તાથી લઈને શેરી કે સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા માખી,મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં જંતુનાશક દવાના છંટકાવ કરવો જાઈએ તેવી પણ લોકોની લાગણી છે. નગર પાલિકા કોરોનાના કહેર વચ્ચે ફફડતા લોકોને અન્ય રોગચાળો ન ફેલાય તે માટે ઝડપી પગલા ભરે તે ઈચ્છનીય છે. રાપર તાલુકાના આડેસરમાં બપોરે ૨.૩૦ વાગ્યાના અરસામાં ભારે ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ૧૦ મિનિટ માટે વરસેલા ઝાપટાથી ઠંડક પ્રસરતાં ગ્રામજનોને ઉકળાટ અને બફારામાંથી રાહત મળી હતી. કચ્છમાં ચોમાસુ માહોલ વચ્ચે કંડલા (એ) ૩૮.૮ ડિગ્રી સાથે રાજ્યભરમાં સૌથી ગરમ વિસ્તાર બન્યો હતો પરિણામે ગાંધીધામ, આદિપુર અને અંજારમાં ગરમી સાથે ઉકળાટ અનુભવાયો હતો. ભુજમાં મહત્તમ ૩૭, કંડલા પોર્ટ ૩૭.૭ અને નલિયા ખાતે ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું.

Follow Me:

Related Posts