fbpx
ગુજરાત

ચોમાસાના ચાર મહિનામાં વરસાદના દિવસો હવે ઘટ્યા

 

ગ્લોબલ સ્તર પર તાપમાનમાં વધારો થતા તેની અસર ગુજરાતના હવામાનમાં પણ જાવા મળી રહી છે. ઋતુઓનો ચોક્કસ સમયગાળો બદલાય ગયો છે. ચોમાસાના ચાર મહિનામાં વરસાદના દિવસો હવે ઘટી ગયા છે. બીજી તરફ ક્લાઈમેટ ચેન્જના કારણે અમુક કલાકોમાં જ પૂરની સ્થિતિનું નિર્માણ કરી દે તેવો ભયંકર વરસાદ વરસી રહ્યો છે, તેમ ગાંધીનગરની ઇંડિયનઈન્સ્ટટયુટ ઓફ ટેકનોલોજીના પ્રો.વિમલ મિશ્રાનું કહેવું છે. એમ.એસ.યુનિ. તેમજ ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ વિભાગ દ્વારા ‘ક્લાઈમેટ ચેન્જ અને કોવિડ ૧૯ જાખમનું મુલ્યાંકન’ વિષય પર વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં પ્રો.વિમલે કે માણસ કુદરતે આપેલા સ્ત્રોતોને પ્રદૂષિત કરી રહ્યો છે.પેટ્રોલ, ડિઝલ અને વીજળીનો વપરાશ વધી રહ્યો છે. જા અત્યારથી જ ક્લાઈમેટ ચેન્જ જેવા ગંભીર વિષય પર ધ્યાન નહીં આપ્યું તો ૨૧મી સદીના અંત સુધીમાં પૃથ્વીનું તાપમાન ૪ ડિગ્રી જેટલું વધી જશે. જેના કારણે તોફાની વરસાદમાં વધારો થતા પૂરનો પ્રકોપ વધશે, ગરમીનું પ્રમાણ વધતા જળાશયો સૂકાશે, ભૂગર્ભ જળના સ્તર ઘટશે અને દુકાળનો પણ સામનો કરવો પડશે. ભારતમાં મોટાભાગના લોકો ખેતી પર નભે છે. જા ગરમીનું પ્રમાણ વધશે અને પૂર આવશે તો ખેતીમાંથી કોઈપણ પાકની ઉપજ મેળવી નહીં શકીએ.

Follow Me:

Related Posts