fbpx
ગુજરાત

ઉકાઈ ડેમમાં ૨૨ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થતા ડેમની સપાટી ૩૧૮.૬૦ થઇ

ઉકાઈ ડેમના કેચમેન્ટમાં આવેલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમમાં ૨૨ હજાર ક્્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ગત રોજથી પાણીન આવક શરૂ થતા એક દિવસમાં સપાટીમાં ૧ ફૂટનો વધારો નોંધાયો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૧૮.૬૦ ફૂટ નોંધાઈ છે.
હાલમાં ડેમ ભયજનક સપાટીથી ૨૭ ફૂટ દૂર છે. બીજી તરફ હજુ ચોમાસાની આખી સિઝન બાકી હોવાથી ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા તંત્ર એલર્ટ થયું છે. સપ્ટેમ્બર સુધીમાં ડેમની સપાટીને ઉત્તરોત્તર ૩૪૫ ફુટ સુધી લઇ જવાશે. જેથી હાલની સપાટીને રૂલ લેવલની ઉપર લઇ જવાશે નહિં. ૨૮ જૂને ઉકાઇ ડેમમાં પહેલીવાર ૬૬૧૯ ક્્યુસેક પાણીની આવક શરૂ થઇ હતી. ત્યારબાદ સતત વધારો થઈ ૫૦ હજાર ક્્યુસેક પાણીની આવક સુધી પહોંચી ગયો હતો. હાલ ૨૨૩૨૯ સેક પાણીની આવક છે અને ૬૫૦  પાણીની જાવક છે. જ્યારે હથનુર ડેમની સપાટી ૨૦૯.૪૯૦ મીટર અને ડિસ્ચાર્જ ૧૮૯૫ક્  છે.

Follow Me:

Related Posts