fbpx
ગુજરાત

ગાંધીનગરમાં ૪ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ

ગાંધીનગરમાં આજે ચાર લોરોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. ગાંધીનગર ખાતે આવેલી ભૂસ્તર વિજ્ઞાનની કચેરી સામે ૪ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ૪ લોકો પંચમહાલના શહેરાના હોવાનું જાણવા મળી  છે. શહેરાના વલલ્ભપુરા ગામે ગૌચરમાં ગેરકાયદે ખનનનો આરોપ લઈને તેઓ અવાર નવાર રજૂઆત કરતા હતા, પરંતુ તંત્ર આંખ આડેકાન કરતા તેઓએ કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. હાલ તેમને રોકી દેવામાં આવ્યા છે, અને ગાંધીનગર ભૂસ્તર વિજ્ઞાનની કચેરી સામે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે ભુસ્તર વિજ્ઞાનની કચેરી સામે આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ચારેય જણાંના નામ જશવંત સોલંકી, પ્રવીણ સોલંકી, રત્ના માછી, કોદરસિંહ ઠાકોર છે, જેમની પોલીસે અટકાયત કરી છે. ગાંધીનગરના ડીવાયએસપી એમ.કે. રાણાએ આ ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલમાં શહેરાના વલલ્ભપુરા ગામે ગૌચરમાં ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદ લઈને આખરે કંટાળેલા ૪ લોકોએ આજે પોલીસને દોડતી કરી મૂકી હતી. ગાંધીનગર ઉદ્યોગ ભવન પાસેથી આત્મવિલોપન કરતા ૪ની પોલીસે અટકાયત કરી હતી. વલ્લભપુરના સ્થાનિકોનો દાવો છે કે, ૨૦૧૩થી ગેરકાયદેસર ખનનનો વિરોધ છતાં કોઈ અમારું સાંભળતું નથી. આ ઘટનામાં પોલીસ દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે અટકાવેલ ચારેય લોકો જ્વલનશીલ પદાર્થ છાંટી જીવ ટૂંકાવવા જતાં હતા, ત્યાં પોલીસ ત્યાં પહોંચી હતી અને તેમને અટકાવ્યા હતા હાલ ચારેયને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts