fbpx
ગુજરાત

અનલોક-૨માં ફરી ધમધમતું થયું ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-૨ની જાહેરાતો અને નિયમો અનુસાર લાગુ પડી ગયું છે. અમદાવાદના ગીતા મંદિરન એસટી સ્ટેન્ડને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આજથી ગીતા મંદિરનું એસટી બસ સ્ટેન્ડ ધમધમતું થયું છે. ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં જી્‌ બસ સેવા શરૂ થવા જઇ  છે. સૌરાષ્ટ સિવાયની તમામ બસ ગીતામંદિર થઈને જશે. આજથી ગીતા મંદિર સ્ટેન્ડથી ૧૨૦૦ ટ્રિપનું સંચાલન હાથ ધરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ૮ હજાર પૈકી ૫ હજારથી વધુ બસના પૈડા દોડતા થયા છે.
અમદાવાદના અલગ અલગ પોઇન્ટ પરથી પણ એસટી બસ રવાના થશે. અમદાવાદના નહેરૂનગર બસ સ્ટેન્ડ પરથી એસટી બસ સેવા શરૂ છે. દરેક બસને સેનેટાઈઝ કરવામાં આવી છે. મુસાફરોનું ટેમ્પરેચર પણ માપવામાં આવે છે. અને માસ્ક વગર સ્ટેશન પર મુસાફરોને પ્રવેશ આપવામાં આવતો નથી.
આજથી જે બસ સેવા શરૂ થઈ તેમા સૌરાષ્ટ તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર બસ સ્ટેશન. તો દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર બસ સ્ટેશન. તો ઉત્તર ગુજરાત તરફ જવા માટે-રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર બસ સ્ટેશનથી બસ ઉપડશે. મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર બસ સ્ટેશનથી બસ રવાના કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે એસટી બસનો કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહીં.

Follow Me:

Related Posts