fbpx
ગુજરાત

એક જ દિવસમાં માસ્કને લઇ ગાંધીનગર તંત્રએ વસુલ્યો ૩.૮૩ લાખનો દંડ

ગાંધીનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હજુ ટળ્યું નથી ત્યારે લોકો માસ્ક વગર બિન્દાસ્ત ફરી રહયા છે ત્યારે વહીવટી તંત્રની સાથે પોલીસ પણ માસ્કના નિયમનું કડકપણે પાલન કરાવવા મથી રહી છે. જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં પોલીસે ૧૩ર૭, ગાંધીનગર કોર્પોરેશને ૪૩ અને જિલ્લા પંચાયત દ્વારા પ૪૮ લોકો પાસેથી ૩.૮૩ લાખનો માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસુલ્યો હતો. માર્ચ મહિનાથી શરૂ થયેલું કોરોના સંક્રમણ હજુ અટકવાનું નામ લેતું નથી. વેપાર ધંધા શરૃ કરવા માટે અનલોક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેમાં સરકાર દ્વારા માસ્ક અને સોશ્યલ ડીસ્ટેન્સીંગ ફરજિયાત કરાયું છે.
માસ્ક નહીં પહેરવાથી કોરોનાનું સંક્રમણ વધવાની પુરેપુરી શક્્યતા છે ત્યારે જિલ્લામાં પોલીસને પણ માસ્કના જાહેરનામાંનું કડકપણે પાલન કરાવવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે જેના પગલે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા પણ આ મામલે કામગીરી શરૃ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે મંગળવારના દિવસે જ સે-ર૧ પોલીસે ૧૩, સે-૭ પોલીસે ૯૮, પેથાપુર પોલીસે ૭૩, ડભોડાએ પ૦, ચિલોડાએ ૧૧૯, દહેગામમાં ૧૩૮, ઈન્ફોસીટી પોલીસે ૧પ૯, મહિલા પોલીસે ૪પ,
અડાલજ પોલીસે ૭૧, અડાલજ શહેર પોલીસે ૭૮, ટ્રાફિક પોલીસે ૧૩૭, માણસા પોલીસે ૧૩૭, સાંતેજ પોલીસે ૩૭, એલસીબીએ ૧૩ વ્યક્તઓને માસ્ક વગર પકડી ર.૬પ લાખનો દંડ વસુલ્યો હતો. બીજી બાજુ શહેરના સે-૧૬, ર૧, ઈન્ફોસીટી, જુના સચિવાલયમાં કોર્પોરેશનની ટીમે ૪૩ વ્યક્તઓને માસ્ક વગર દંડયા હતા. તો ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં જિલ્લા પંચાયતની ટીમો દ્વારા પ૪૮ વ્યક્તઓને માસ્ક વગર પકડી ૧.૬પ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts