fbpx
ગુજરાત

એસઓજીએ ૧૬ કિલો ૨૫૪ ગ્રામ ગાંજા સાથે ગાયક કલાકારની ધરપકડ

રાજ્યમાં હવે ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી  છે, ત્યારે ગુજરાતના એક જાણીતા ગાયક કલાકાર ગાંજાના કેસમાં ઝડપાયા છે. આ ગાયક કલાકાર સ્કૂલ બેગમાં ગાંજાની હેરાફેરી કરતા હતા, ત્યારે ગુજરાત એસઓજીના હાથે રંગેહાથે ઝડપાયા છે. એસઓજીએ ૧૬ કિલો ૨૫૪ ગ્રામ ગાંજા સાથે ગાયક કલાકારની ધરપકડ કરી છે આ સિવાય કાર સહિત રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. ગુજરાત એસઓજીએ અમદાવાદ હાઇવે પરથી માલિયાસણ ચોકડી વચ્ચેથી આ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનાની એસ.ઓ.જી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ એસ.ઓ.જીની ટીમને માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે એક સફેદ કલરની આઈ૨૦ કાર પસાર થવાની છે
જેમાં ગાંજાનો જથ્થો રહેલો છે આ ચોક્કસ બાતમીના આધારે પગેરું ગોઠવીને રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડીની વચ્ચેથી પસાર થઈ રહેલી કારમાં તપાસ હાથ ધરતા ગાંજાના મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જીની ટીમ દ્વારા હાઈવે પર ચેકિંગ હાથ ધરાયું હતું. હાઇવે પરથી ચોક્કસ ગાડી પસાર થતાં ગાડીની તલાશી લેવામાં આવી હતી જેમાં ગાડીમાંથી પાછળની સીટમાં સ્કૂલબેગ જેવા બે કાળા કલરના થેલા હતા. થેલાની અંદરથી ૩-૩ બોક્ષ એટલે કે કુલ છ બોક્સ ભરીને ગાંજા લઈ જવામાં આવી રહ્યો હતો.
પોલીસે કારચાલકની પૂછપરછ કરતાં તેનું નામ મનીષદાન બાદાણી કે જે ગાયક કલાકાર છે જેની પાસેથી પોલીસે છ બોક્સમાં ફુલ ૧૬.૨૫૪ કિલોનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બોક્સ માંથી જે પદાર્થ મળી આવ્યો હતો. જેને એફ.એસ.એલ ના અધિકારીઓ દ્વારા પણ તપાસ કરી હતી અને ગાંજા હોવાની પણ પુષ્ટી કરી છે. હાલ તો એસ.ઓ.જી પોલીસે ૯૭૦૦૦ના ગાંજાના જથ્થા સાથે પાંચ લાખથી વધુનાં મુદામાલ કબ્જે કર્યો છે અને ગાયક કલાકાર મનીષદાન ની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

Follow Me:

Related Posts