fbpx
ગુજરાત

એસટી મથકમાં થુકતા ઝડપાયા તો દંડ સાથે જીએસટી ભરવો પડશે

રાજકોટમાં નવા બનેલા બસપોર્ટ પર હવે થૂંકશો તો પણ જીએસટી સહિત દંડ ફટકારવામાં આવશે.રાજ્યના એસટી નિગમના આદેશ મુજબ બસમાં કે બસપોર્ટ પર જે લોકો થૂંકશે તેને મનપા દ્વારા દંડ ફટકારાશે. મનપા જીએસટી સહિત રૂપિયા ૨૦૦નો દંડ ફટકારશે. મહત્વનું છે કે ગઈકાલે જ એક મહિલાને ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે અષાઢી બીજના દિવસે રાજકોટનું નવુ બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશન પર મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ મુસાફરો મળી રહેશે. આ બસપોર્ટ ૧૫૬ કરોડ રૂપિયાના ખર્ચે ૧૧,૧૭૮ ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. બધી જ પ્રકારની સુવિધાઓ અહીં મુસાફરોને મળી રહેશે. બસપોર્ટમાં ૨૦ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. સાથે જ બસપોર્ટના બે માળ રહેશે. તેમજ તેમાં અંડર ગ્રાઉન્ડ પા‹કગ હશે. આ ઉપરાંત રિટેલ, સુપર માર્કેટ, શોપિંગ મોલ, ગેમ ઝોન, અને ફૂડકોર્ટ હશે. આ સાથે જ કેન્ટીન, વ્હીલચેર અને આધુનિક પ્રતિક્ષા ખંડ બનાવવામાં આવ્યા છે. બસપોર્ટની અંદર દરેક જગ્યા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે.

Follow Me:

Related Posts