fbpx
ગુજરાત

સુરતમાં ૧૦૦ કરોડના ખર્ચે ઊભી કરાશે બે કોવીડ હોસ્પિટલ: રૂપાણી

રોજેરોજ નોંધાતા કોરોનાના નવા કેસોમાં અમદાવાદની લગોલગ પહોંચી ગયેલા સુરતમાં સ્થતિ કાબૂમાં લેવા સરકાર દોડતી થઈ ગઈ છે. સીએમ રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ પણ આજે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ તો કેટલાક દિવસોથી સુરતમાં જ રોકાયેલા છે, અને કોરોના નિયંત્રણની કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે. છેલ્લા લગભગ પાંચેક દિવસથી સુરતમાં રોજના ૨૦૦થી વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. સુરતમાં કોરોના વાયરસના કેસ છેલ્લા ૧૫ દિવસથી વધારે આવી રહ્યા છે. ગકઈકાલે રેકોર્ડબ્રેક ૨૪૮ કેસ પોઝિટિવ આવ્યા. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી. ગાંધીનગરથી કોરોના મેનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય તેવું જણાતા પહેલાં જયંતિ રવિ દોડ્યા પરંતુ મામલો હાથ બહાર નીકળતો જણાતા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કમાન સંભાળી.
સુરતને કોરોનાથી બચાવા માટે રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અધિકારીઓનો રસાલો લઈ સુરત પહોંચી ગયા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા અમે એક એક મિનિટ કરી રહ્યા છે. સુરતમાં કોરોનાને કેમ નિયંત્રીત કરવો તેના માટે સરકાર પુરા પ્રયત્નો કરી રહી છે. અમે અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને સરકારી અને ખાનગી તબીબો સાથે મીટિંગ કરી છે. આ મીટિંગ બાદ અમે મીડિયા સામે આવ્યા છીએ. સરકાર છેલ્લા એક અઠવાડિયાથી વીડિયો કાન્ફરન્સથી મીટિંગ કરતા આવ્યા છે. આજે અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. સુરતની કિડની હાસ્પટલ અને સ્ટેમસીલ હાસ્પટલને ઝડપથી ૧૦૦ કરોડના ખર્ચે કોવિડ હાસ્પટલ બને. જા ભવિષ્યમાં કેસ વધે તો આપણી પાસે તૈયારી હોય તેવી વ્યવસ્થા કરાશે. સરકાર કોરોનાને આડો હાથ આપી રોકી શકે નહીં.
ઝ્રસ્ રૂપાણીએ સુરતમાં ઉદ્યોગો મામલે જણાવ્યું હતુ કે, ડાયમંડ અને ટેક્સટાઇલ ઉધોગોમાં કર્ચમારીઓમા સંક્રમણનો વધારો થયો છે જેને કારણે હીરા કારખાના અને ફેક્ટ્રરીઓ બંધ કરાશે. નિયમો ઉલ્લંઘન સામે કાયદેસરના પગલા લેવાશે. પરંતુ સરકાર હાસ્પટલ અને બેડની વ્યવસ્થા કરવામાં આવશે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે સુરતમા હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલમાં કેસ વધી રહ્યા છે. અમારા કિશોરભાઈ અને સી.આર. પાટીલ આજે તમામ આગેવાનો સાથે મીટિંગ કરશે. જ્યાં હીરા અને ટેકસટાઇમાં સંક્રમણ વધ્યુ છે. એનાથી સંક્રમણ ન વધે તે અંગે શું કરવું તે સાથે બેસી નક્કી કરાશે. સંક્રમણ વધતું હશે તો આપણે એને કાબૂમાં કરવું જ પડશે જે નિયમ તોડશે તે બજાર કે કારખાનાને ગમે ત્યારે બંધ કરાવી દેવાશે. લાકડાઉન હવે ક્્યારેય લાગુ નહીં થાય રૂપાણીસીએમ રૂપાણીએ જણાવ્યું કે હવે સંપૂર્ણ લાકડાઉન ક લાગુ નહીં થાય જ્યાં કેસ વધશે ત્યાં માઇક્રો કન્ટનમેન્ટ કરી અને બંધ કરવામાં આવશે. સુરતીઓ ૧૦૪ પર ફોન કરી અને કોરોના માટે મદદ મેળવી શકશે.
ઈન્ડગોએ ૩૦ જુલાઈ સુધી વાયા સુરતથી બેંગલુરુ, ચેન્નૈ, દિલ્હી અને ગોવાની ફ્લાઈટ્‌સ રદ કરી દીધી છે. હવે માત્ર ઈન્ડગોની સુરત-દિલ્હી ફ્લાઈટ જ ચાલુ છે. સ્પાઈસજેટે પણ સુરતથી આવતી-જતી તમામ ફ્લાઈટ્‌સ આગામી જાહેરાત સુધી બંધ કરી દીધી છે.

Follow Me:

Related Posts