fbpx
ગુજરાત

રાજય સરકારમાં ત્રણ – ત્રણ વખત કેહવા છતા હજુ ગુજરાતનાં સંચાલકોએ શિક્ષણ ફી સાથે હોસ્ટેલ ફીના ઊઘરાણા ચાલુ રાખ્યા છે

હવે રાજયપાલને રજુઆત . – રાજયની સંવેદનશીલ સરકાર નિયમ વિરુધ્ધ શિક્ષણ  ફી સાથે હોસ્ટેલ ફીના ઊઘરાણા કરીને વાલીઓને ખંખેરતા શિક્ષણમાફીયાઓ પ્રત્યે સંવેદના બતાવે છે.હરેશ બાવીશી . સીધીને સટ વાત છે ગુજરાતની શાળા – કોલેજો ખૂલી જ નથી તો હોસ્ટેલ ફી શેની ? સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી , યુનિ.સત્તાધીશો , શિક્ષણ વિભાગ અને સંચાલકોની મિલિભગત સ્પષ્ટ થઈ ચૂકી છે , ત્યારે નાછૂટકે રાજયપાલને રજુઆત કરાઈ છે  ડાયનેમિક ગૃપ અમરેલીના ડાયનેમિક ગૃપ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , ના.મુ.નિતિનભાઈ પટેલ , શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સુધી રાજયની શાળા – કોલેજોના સંચાલકો કોલેજો , સ્કુલોની હોસ્ટેલો બંધ હોવા છતા શિક્ષણ ફી સાથે હોસ્ટેલ ફી વસુલી રહ્યા છે અને જુન -૨૦૨૦ થી અત્યાર સુધીમાં કરોડો ખંખેરી લીધા છે તે પરત અપાવવા તથા શિક્ષણ  ફી સાથે કોઈપણ પ્રકારની ફી ન વસુલવા આદેશ આપવા રજૂઆત કરાઈ છે છતા આજદિન સુધી ગુજરાતના કોઈ જિલ્લાના શિક્ષણાધિકારી , જિલ્લાનું વહીવટીતંત્ર , મુખ્યમંત્રી , નાયબ મુખ્યમંત્રી , શિક્ષણમંત્રી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તો સંવેદનશીલ સરકારની સંવેદના કયાં ગઈ ? ? ? સીધી – સાદી વાત છે ઓનલાઈન શિક્ષણ આપતા હોય તો શિક્ષણ ફી લેવાય પણ હોસ્ટેલો જ બંધ છે તો હોસ્ટેલ ફી શેની ? ? એ વાત ગુજરાતની જનતાને સમજાય છે પણ રાજય સરકારને નથી સમજાતી ત્યારે ના છૂટકે રાજયના રાજયપાલને રજુઆત કરાઈ છે . અત્યાર સુધી જે – જે શાળા – કોલેજોમાં શિક્ષણ ફી સાથે હોસ્ટેલ ફી ઉઘરાવી છે તેવી તમામ શાળા કોલેજોની માન્યતા રદ કરીને દંડાત્મક પગલા લેવામાં આવે તથા જયાં સુધી શાળા – કોલેજો ચાલુ ના થાય ત્યાં સુધી શિક્ષણ ફી સાથે કોઈપણ પ્રકારની ફી ના માટે ઘટતુ કરવા ડાયનેમિક ગૃપે વિનંતી કરી છે . સાથે સાથે વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરી છે કે જે વાલીઓ પોતાના બાળકની જે સંસ્થામાં શિક્ષણ ફી સાથે હોસ્ટેલ ફી ભરી છે તે રીસીપ્ટની કોપી સાથે મુખ્યમંત્રી , શિક્ષણાધિકારી , કુલપતિ , શિક્ષણમંત્રીને પત્ર લખીને રજુઆત કરીને આ કહેવાતી સંવેદનશીલ સરકારને બતાવે કે સરકારનો આદેશ મોટો કે એ.સી ઓફિસોમાં બેસીને બેઠા બેઠા કમાતા કહેવાતા કેળવણીકારોની મનમાની મોટી ?  અમારી ઉપરોકત રજુઆતનો દિન -૫ માં ઉકેલ નહીં આવે અને દિન ૭ માં વિધાર્થી અને વાલીને ઉધરાવાયેલા નાણા પરત નહીં મળે તો વિદ્યાર્થીની શિક્ષણ – ફી સાથે ગુજરાતભરની સંસ્થાઓની હોસ્ટેલ ફી રિસિપ્ટ સાથે કલેકટરને આવેદનપત્ર આપીને જે જે સંસ્થાએ શિક્ષણ  ફી સાથે હોસ્ટેલ ફી ઉઘરાવી છે તેની સામે કાયદેસર ફરિયાદ કરવામાં આવશે તથા તપાસ માંગવામાં આવશે .

Follow Me:

Related Posts