fbpx
ગુજરાત

સૌરાષ્ટ્ર માં મેઘાનું તાંડવઃ ૨૦ હજાર લોકોનું સ્થળાંતર, SDRFની ૧૧ ટીમ તૈનાત

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટમાં એની મહેર યથાવત રાખી છે. રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી મેઘરાજા અવિરત મેઘમહેર વરસાવી રહ્યા છે. તેમાં પણ સૌરાષ્ટકચ્છ પર મેઘો મહેરબાન થયો છે. ત્યારે આજે પણ સવારે ૧૦ વાગ્યા સુધી રાજ્યમાં ૧૧૭ તાલુકામાં વરસાદ નોઁધાયો છે. હજુ બે દિવસ સુધી સૌરાષ્ટ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટકચ્છ પર વેલ માર્ક લા પ્રેશર અને સાઇક્લોનિક સક્્ર્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસ ભારે વરસાદ બાદ નવમી જુલાઇથી ક્રમશઃ વરસાદનું ઝોર ઘટશે. સૌથી વધુ ૧૨૭ મિમિ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નોઁધાયો છે. જ્યારે જામજાધપુરમાં ૭૬ મિમિ, રાણાવાવમાં ૭૦ મિમિ, માણાવદરમાં ૫૫ મિમિ, કાલાવડમાં ૫૨ મિમિ, લાલપુર અને ભાણવડમાં ૪૯ મિમિ, રાજકોટના ઉપલેટામાં ૪૬ મિમિ, જૂનાગઢના વંથલીમાં ૪૦ મિમિ, પોરબંદર અને કુતિયાણામાં ૩૬ મિમિ, ધોરાજીમાં ૩૧મિમિ જૂનાગઢમાં ૨૬ મિમિ અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૨૫ મિમિ વરસાદ નોંધાઈ ચૂક્્યો છે.
રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે આ ભારે વરસાદનાં કારણે કારણે અંદાજીત ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. દરિયા અને નદી કિનારે વસવાટ કરતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે એસડીઆરએફની ૧૧ ટીમ તૈનાત કરી દેવામાં આવી. સૌરાષ્ટના ખંમભાળીયા, દ્વારકા, જામનગર, મોરબી અને પોરબંદર જિલ્લામાં લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. સૌરાષ્ટમાં પડેલા ભારે વરસાદને પગલે મોટા ભાગના જળાશયો છલકાયા છે.જામનગરની જીવાદોરી સમાન સસોઇ ડેમ છલકાતા ખેડૂતોના હૈયે હરખની હેલી ઉમટી છે. સસોઇ ડેમમાંથી આસપાસના ૩૦ જેટલા ગામડાઓને સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે છે. તો રાજકોટના બે સહિત સૌરાષ્ટÙના ૧૩ ડેમ ઓવરફલો થયા છે. રાજકોટના આજી ડેમ-૨ અને ન્યારી ડેમ તેમજ લાલપરી તળાવ ઓવરફલો થયું છે. પડધરીનાં ખીજડીયામાં ભારે વરસાદ પડતાં ગૌશાળામાંથી ૪૦ જેટલા પશુઓ પાણીના વેગમાં તણાયા હતા. તો બીજીતરફ કેટલાક વિસ્તારોમાં વરસાદથી ફાયદો પણ થયો છે. મેઘ મહેરના કારણે ઘોધ, નદી તેમજ તેનો આસપાસનો નજારો ખુલી ઉઠ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૭મી જુલાઈ-૨૦૨૦ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધ્રોલ તાલુકામાં ૨૦૮ મી.મી., જાડીયામાં ૧૯૫ મી.મી. મળી કુલ બે તાલુકામાં આઠ ઈંચ, ભચાઉમાં ૧૬૯ મી.મી.એટલે કે પાંચ ઈચથી વધુ, ગાંધીધામ તાલુકામાં ૧૧૮ મી.મી., ભાણવડમાં ૧૦૬ મી.મી., રાપરમાં ૧૦૩ મી.મી., કોડીનાર, વઘઈમાં ૧૦૨ મી.મી., ટંકારા, સૂત્રાપાડામાં ૧૦૦ મી.મી., જામજાધપુરમાં ૯૯ મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૭મી જુલાઈ-૨૦૨૦ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધ્રોલ તાલુકામાં ૨૦૮ મી.મી., જાડીયામાં ૧૯૫ મી.મી. મળી કુલ બે તાલુકામાં આઠ ઈંચ, ભચાઉમાં ૧૬૯ મી.મી.એટલે કે પાંચ ઈચથી વધુ, ગાંધીધામ તાલુકામાં ૧૧૮ મી.મી., ભાણવડમાં ૧૦૬ મી.મી., રાપરમાં ૧૦૩ મી.મી., કોડીનાર, વઘઈમાં ૧૦૨ મી.મી., ટંકારા, સૂત્રાપાડામાં ૧૦૦ મી.મી., જામજાધપુરમાં ૯૯ મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટના મોરબીમાં ૫ મી.મી., નવસારીમાં ૫૪ મી.મી., પલસાણામાં ૫૩ મી.મી., કેશોદ, જલાલપોર, તલાલામાં ૫૧ મી.મી., બારડોલીમાં ૪૯ મી.મી. મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૪૯ તાલુકાઓમાં એક ઈચથી વધુ અને અન્ય ૨૭ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
દ્વારકા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત છે. આજે ફરી ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ, દ્વારકા પંથકમા વરસાદ વરસ્યો. દ્વારકા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભારે વરસાદના લીધે પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ગુજરાતભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ૩ દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Follow Me:

Related Posts