fbpx
ગુજરાત

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોરાનાને હરાવ્યા

રાજ્યમાં કોરોના વાઈરસના ઝપટમાં રાજનેતાઓ પણ આવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કોરોના વાઈરસનો શિકાર બન્યા હતા. બાપુને કોરોના થતા અમદાવાદની સ્ટ‹લગ હાસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમણે કોરોનાને મ્હાત આપી છે અને ડિસ્ચાર્જ થયા છે. ૭૯ વર્ષના પૂર્વ મુખ્યમંત્રીને કોરોના થતા પહેલાં ઘરમાં હાઉસ ટ્રીટમેન્ટ આપવાની તૈયારીઓ કરાઈ હતી પરંતુ તબિયત લથડતા બાપુને સ્ટ‹લગમાં લાવવામાં આવ્યા હતા.
આજે હોસ્પટલમાંથી બાપુને તાળીઓના રણકાર વચ્ચે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જાહેર જીવનના ચેમ્પયન એવા બાપુએ કોરોના વિશે ચોંકાવનારૂં નિવેદન પણ આપ્યું હતું. શંકરસિંહે એક વીડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે ‘આઠ દિવસ દરમિયાન તમામ તબીબોએ મને સારી ટ્રીટમેન્ટ આપી. હું અહીંયા આવ્યો ત્યારે સ્થતિ ખરાબ હતી અને હવે જઈ રહ્યો છું ત્યારે એકદમ સ્વસ્થ છું.
મારા ડાક્ટરોએ સારી સારવાર કરી છે. જે લોકો અહીં દુખી થઈને આવે સાજા થઈને જાય એવી પ્રાર્થના કરીશ. બાપુએ કોરોના વાઈરસને મ્હાત આપ્યા બાદ  કે ‘હું પાછલા ૨-૩ મહિના દરમિયાન લોક સંપર્કમાં હતો અને ખુબ ફર્યો છું. હું આૅવર કાન્ફડન્સમાં હતો કે મને કોરોના રૂટિન છે, હું સિવિલમાં ગયો, ભરૂચમાં એક અકસ્માતે મૃત્યુ પામેલા લોકો વચ્ચે હતો. આ તમામ મુલાકાતોમાં  કોઈ જગ્યાએ મને કોરોના ચોંટ્યો હશે.’

 

Follow Me:

Related Posts