fbpx
ગુજરાત

ચોમાસાના ૨૦ દિવસમાં રાજ્યના ૨૦ તાલુકામાં ૫૦ ટકા વરસાદ

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વખતે ચોમાસાની ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થતાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં ૧૪મી જૂનથી નૈઋતૃત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. ચોમાસાના માત્ર ૨૦ દિવસમાં જ રાજ્યના કુલ ૨૦ તાલુકામાં ૫૦ ટકા કરતા વધુ વરસાદ વરસી ચૂક્્યો છે. જેમાં સૌથી વધુજામખંભાળિયામાં અત્યાર સુધીનો ૩૧ ઈંચ એટલે કે એવરેજ વરસાદની સરખામણીએ ૧૦૯ ટકા વરસાદ ખાબક્્યો છે.
બીજી તરફ દ્વારકા જિલ્લાએ નવો રેકોર્ડ સર્જયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકામાં ૧૩ ઈંચ વરસાદ પડતાં જુલાઈ માસમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લા ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. દ્વારકામાં અત્યાર સુધીમાં જુલાઈ માસમાં વર્ષ ૧૯૩૩ની ૧૭મીએ સૌથી વધુ ૧૧ ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ અને મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં અડધાથી પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ૧૫ ઇંચ સુધી વરસાદ પડી ગયાના અહેવાલ સાંપડી રહ્યા છે.
રવિવાર રાતથી જ મંડાયેલા મેઘાએ ઇનિંગ આગળ ધપાવી હતી. જામનગરના કાલાવડમાં રવિવાર રાતથી સોમવાર સાંજ સુધીમાં જબરદસ્ત મેઘો મંડાયો હતો અને ૩૧૫ મીમી એટલે કે સાડાબાર ઇંચ પાણી વરસી પડ્યું હતું. બીજી તરફ જામજાધપુરમાં ૫ ઇંચ, જામનગરમાં ચાર, જાડિયામાં સાડા ત્રણ, ધ્રોલમાં સાડા છ, લાલપુરમાં ચાર, ખંભાળિયામાં ૬ ઇંચ, કલ્યાણપુરમાં ૧૧ ઇંચ, દ્વારકામાં સાડા દસ અને ભાણવડમાં ૭ ઇંચ ધમાકેદાર વરસાદ પડી થતાં પંથક પાણી પાણી થઇ ગયો હતો.

Follow Me:

Related Posts