fbpx
ગુજરાત

ફી માફીની માગ સાથે DEO કચેરીએ NSUI નો વિરોધ કરાઈ અટકાયત

ગુજરાત રાજ્યમાં સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસે સતત ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે જેને લઈ કોંગ્રેસ પક્ષ અને એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન સતત વિરોધ નોંધાવી  છે. જેને લઇ એનએસયુઆઈ દ્વારા અમદાવાદ ખાતે આવેલ બહુમાળી ભવન એટલે કે ડીઈઓ કચેરી તાળાબંધીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેને ધ્યાનમાં રાખી પોલીસે પહેલાંથી જ પોતાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ફી માફીની માગ સાથે એનએસયુઆઈએ કર્યો વિરોધ, ડીઈઓ કચેરીની તાળાબંધી કરે તે પહેલાં પોલીસે કાર્યકરોની કરી અટકાયતએન.એસ.યુ.આઈ કાર્યકર્તાઓ સાથે તાળું લઈને ડીઈઓ કચેરી પહોંચી હતી તે દરમિયાન ફી માફી અંગે ઉગ્ર વિરોધ કરતાં અને સૂત્રોચ્ચાર સાથે જ ડીઈઓ કચેરી બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એનએસયુઆઈના કાર્યકર્તાઓ જાવા મળતાંની સાથે જ પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી દેવામાં આવી હતી

Follow Me:

Related Posts