fbpx
ગુજરાત

અમદાવાદ ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટમાં જ્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે મેહુલિયાનું ગાજવીજ સાથે અમદાવાદામાં પણ આગમન થઇ ગયું છે. હાલ શહેરમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદીઓને ઘણી રાહ જાયા બાદ બફારાથી છૂટકારો મળ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરનાં શ્યામલ, વેજલપુર, શિવરંજની, સેટેલાઇટ, જીવરાજપાર્ક, પાલડી, વાસણા, સરખેજ, બોપલ, ઘુમા, આરટીઓ, આશ્રમરોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી ૬.૪૯ ઈંચ વરસાદ પડયો છે. જેમાં અમદાવાદ શહેરમાં ૮.૯૩ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્્યતા દર્શાવાઇ હતી.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા આજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના દર્શાવી હતી. નોંધનીય છે કે, અમદાવાદમાં ગઇકાલે સરેરાશ મહત્તમ તાપમાન ૩૩.૭ જ્યારે ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ના ૮૭%-સાંજે ૫.૩૦ના ૬૯% નોંધાયું હતું. મહત્વનું છે કે, ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હજુ આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટના જામનગર-રાજકોટ-જુનાગઢ-ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ અને તેની આસપાસ વેલમાર્ક્ડ લા પ્રેશર યથાવત્ છે.
જેના પગલે બુધવારે જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, મોરબી, દીવ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસસે. જ્યારે અરવલ્લી, મહીસાગર, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ પડે તેની સંભાવના છે. ગુરુવારે દ્વારકા,કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જાકે, હાલની સ્થતિ પ્રમાણે ૧૦થી ૧૩ જુલાઇ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.

Follow Me:

Related Posts