fbpx
ગુજરાત

૨૪ કલાકમાં ગુજરાતના ૧૫૪ તાલુકામાં ધોધમાર વરસાદ ૭ જિલ્લાના ૯૦ રસ્તા બંધ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધ્યા બાદ વરસાદનું જાર ધીમું પડ્યું છે. રાજ્યમાં આજે સવારે ૭ વાગ્યા બાદ ૧૫૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢ ના માળિયામાં ૧ ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના ત્રણ જિલ્લાઓમાં વરસાદ જાવા મળ્યો છે. બાકીના તાલુકાઓમાં સામાન્ય વરસાદ ખાબક્્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકાઓમાં ૮ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ ૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. તો કલ્યાણપુરમાં પોણા ૧૨ ઇંચ વરસાદ અને દ્વારકામાં ૨૫ ઈંચ વરસાદ, ભાણવડમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. છેલ્લા બે કલાકથી કોઈ પણ તાલુકામાં વરસાદના સમાચાર નથી આવ્યા. અનેક માર્ગો પરથી પાણી ઉતરવાના શરૂ થયા છે. મેઘરાજાએ વિરામ લેતા રાવલ પંથકમાં પણ પાણી ઓસરવાના શરૂ થયા છે. જા મેઘરાજા ખમૈયા કરે તો ફરી જન જીવન ધબકતું થશે. પરંતુ જિલ્લામાં સૂસવાટા મારતા પવનની માત્રા યથાવત છે.અરવલ્લીમાં પ્રથમ વરસાદમાં જિલ્લાના હાઇવે રસ્તાઓ તૂટ્યા છે. માલપુર ચાર રસ્તા ઉપર રોડમાં એક એક ફૂટના ખાડા પડ્યા છે. ગોધરા તરફ જતા આ મુખ્ય રસ્તામાં ખાડા પાડતા વાહન ચાલકો પરેશાન થયા છે. રોડમાં પડેલા ખાડાથી અકસ્માત થવાની ભીતિથી વાહન ચાલકોમાં ડર વ્યાપી ગયો છે. એલએન્ડટી દ્વારા થોડા સમય અગાઉ જ રીપેરિંગ કરાયું હતું. પરંતુ પ્રથમ વરસાદમાં રોડ તૂટતા માલપુરના સ્થાનિકોમાં રોષ જાવા મળ્યો છે.
અમરેલીમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તારનો જીવાદોરી સમો ઘાતરવડી-૧ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા રાજુલા શહેર ભાજપ દ્વારા આજે નવા નીરના વધામણાં કરવામા આવ્યા હતા. રાજુલાના અગ્રણી રવુભાઈ ખુમાણ દ્વારા ઘાતરવડી ડેમમાં ચુંદડી, ચોખા, ફૂલ અને નાળિયેર પધરાવવામાં આવ્યું છે. આસપાસના ૨૦ ગામોને ખેતી અને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી છવાઈ છે. છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના ૭ જિલ્લાના કુલ ૯૦ રસ્તા બ્લોક થયા છે. જેમાં સૌથી વધુ ૩૪ રસ્તા દેવભૂમિ દ્વારકાના છે. જ્યારે જામનગરમાં ૧૮ રસ્તા ભારે વરસાદ, નદીઓના પૂરના કારણે બંધ થયા છે. કચ્છ અને સૌરાષ્ટÙના સાત જિલ્લા ભુજ, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં રસ્તાઓ બ્લોક થયા છે. જે રસ્તાઓ બંધ થયા છે. તેમાં ૧૨ સ્ટેટ હાઈવે, ૩ અન્ય માર્ગો, ૭૫ પંચાયતના રસ્તાઓ બંધ થયા છે.

Follow Me:

Related Posts