fbpx
ગુજરાત ભાવનગર

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ વધુ ૭૧ કેસ અને ૩ લોકોના મોત થતા ચિંતા વધી

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. આજે એક જ દિવસમાં વધુ ૭૧ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં ૫૯ અને ગ્રામ્યમાં વધુ ૧૨ કેસ નોંધાયા છે.જ્યારે ગીરસોમનાથમાં ૬, ગોંડલના રૂપાવટીમાં ૧ અને જૂનાગઢમાં ૨ મહિલા સહિત ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં ૩ લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. આ સાથે જ સીએમનાં આગમન પહેલા સોમનાથ મંદિરના સુરક્ષાકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જસદણનાં કૈલાસનગર શેરી નં.૧માં રહેતા બાબુભાઈ પરસોતમભાઇ સતાણી (ઉ.વર્ષ ૬૫)ને કરોના પોઝીટીવ આવ્યો છે.બાબુભાઈ હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જસદણનાં સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોંડલ તાલુકાના રૂપાવટીમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયો છે. રૂપાવટીમાં રહેતા માનસીબેન હિતેન્દ્રભાઈ રામોલિયા (ઉં.વ.૩૦)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ ગોંડલમાં ઉદ્યોગભારતી સોસાયટીમાં રહેતા માલતીબેન જીતુભાઈ ચાવડા (ઉં.વ.૩૯)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગોંડલ તાલુકામાં કુલ ૨૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં ૩ કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢમાં ૧ અને વિસાવદરમાં ૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જૂનાગઢના લક્ષ્મીનગરમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવારમા માટે ખસેડવામાં આવ્યાં છે. ત્યારે આજે તેમનું મોત નિપજ્યું છે. વૃદ્ધને ડાયાબિટીસ અને હ્રદયની તકલીફ હતી. જેના મરણનું કારણ ડેથ ઓડિટ કમિટી દ્વારા રિપોર્ટ આવ્યા બાદ જણાવવામાં આવશે.
વેરાવળની સુપર કોલોનીમાં રહેતા ૬૬ વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. તેઓ ગઈકાલે સાંજથી વેન્ટીલેટર પર હતા અને આજે વહેલી સવારે તેમનું મોત નિપજ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫ લોકોના મોત નિપજ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા તેમજ મોતની સંખ્યા વધી રહી છે પણ રાજકોટમાં કોરોનાનો અને ખાસ કરીને મોતનો આંક વધુ ન દેખાય તે માટે આખું તંત્ર ઊંધા માથે થયું હોય તેમ જે હતભાગીઓને મુખાગ્નિ અપાઈ ગઈ છે. તેમને ચોપડે જીવતા રાખવા જેવું કૃત્ય કરાઈ  છે. ગઈકાલે પ્રહલાદ પ્લોટમાં રહેતા જેન્તીભાઈ નામના પુરુષનું ગુરુવારે બપોરે કોરોનાથી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. તેમનું મોત સિવિલ હોસ્પિટલ, મહાનગરપાલિકા તેમજ જિલ્લા આરોગ્ય તંત્રએ જાહેર જ નથી કર્યું અને એક્ટિવ દર્દી તરીકે જ બતાવી રહ્યા છે.

Follow Me:

Related Posts