fbpx
ગુજરાત

સોમનાથ મહાદેવનાં દર્શન કરી ધન્‍યતા અનુભવતામુખ્‍યમંત્રી રૂપાણી

કોરોના લોકડાઉન પછી અનલોક વનની અંદર જયારે મંદિરો ખુલ્‍યા છે ત્‍યારે મુખ્‍ય પ્રધાન વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે જ સોમનાથ મહાદેવના મંદિરની નવી ઘ્‍વજા પણ ચડાવી હતી. કોરોનાથી લોકો જીતે અને ગુજરાત કોરોના મુકત થાય તેવી મુખ્‍યપ્રધાને પ્રાર્થના કરી હતી. આજે સોમનાથ મહાદેવના દર્શનાથે ગુજરાતના મુખ્‍યપ્રધાન સહપરિવાર આવી પહોંચ્‍યા હતા. ગઇકાલે રાત્રે સોમનાથમાં રાત્રી રોકાણ કર્યા બાદ મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સાથે જ સોમનાથ મહાદેવની ઘ્‍વજાપુજા પણ કરી હતી અને મંદિરની અંદર સહપરિવાર સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ જાળવી સોમનાથ મહાદેવની પૂજા કરી હતી. સૌરાષ્‍ટ્રની અંદર અમુક વિસ્‍તારોની અંદર થયેલી અતિવૃષ્‍ટિને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાન બાબતે જયારે તેઓને પૂછવામાં આવ્‍યું ત્‍યારે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોની સમસ્‍યાઓનું યોગ્‍ય નિરાકરણ કાઢવા આશ્‍વાસન આપ્‍યું હતું.

Follow Me:

Related Posts