fbpx
ગુજરાત

રાજ્યના ૯૧ તાલુકામાં બારે મેઘ ખાંગા, વંથલી અને ગીર ગઢડામાં ૪ ૪ ઈંચ વરસાદ

ગુજરાતમાં ચોમાસાએ ફુલજમાવટ કરી છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા પર એક નજર કરી લઈએ. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જુનાગઢના વંથલીમાં અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ૪ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સવા ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ, જુનાગઢ અને જુનાગઢ શહેરમાં તેમજ સુરતના કામરેજમાં ૨ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મોરબીના વાંકાનેરમાં પણ ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં ૨ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો રાજ્યના ૨૬ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સવારે ૮ વાગ્યા સુધીમાં ૯ તાલુકામાં મેંઘમહેર થઈ છે. રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તાલુકામાં સવારથી વરસાદ પડી રહ્યો છે. સુરતના ચોર્યાસીમાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો નવસારીના જલાલપુર અને ડાંગના આહવામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમા વરસાદ તૂટી પડ્યો હતો. આઠ તાલુકા પૈકી ૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ઇડરમાં ૧૫ મીમી, પોશીનામાં ૦૭ મીમી અને વડાલીમાં ૦૨ મીમી વરસાદ પડ્યો છે. અમરેલીમાં રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ કરાયો છે. જુની માંડરડી ગામ પાસે આવેલ પુલ બેસી જતા રીપેરીંગ કામ શરૂ કરાયું છે, જેથી પુલ પર વાહન વ્યહાર બંધ કરાયો છે. તંત્ર દ્વારા ઘાતરવડી નદીમાથી પાઇપ લાઇન મૂકી ડ્રાઈવર્ઝન કઢાયું હતું. ઉપરવાસમા પડેલ વરસાદના કારણે પાઇપો તણાય ગઈ હતી, જેથી ડાયવર્ઝન પણ બંધ થયું હતું. રાજુલા – સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ થતા હવે ૨૫ કીમી દૂર ફરીને વાહન ચાલકોને જવુ પડશે.
આગાહી વચ્ચે સવારથી છ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી નવસારીના જલાલપોરમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્્યો છે. નવસારી શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચૌર્યાસીમાં બે ઇંચ અને વલસાડ શહેરમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં પણ સવારથી બપોર સુધી એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. મંગફ્રવારે સવારે છ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી રાજ્યના નવા શહેર કે તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. બપોરના ૧૨ વાગ્યા સુધી રાજ્યના ૨૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં આગાહીના પગલે હફ્રવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં ૩ ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હફ્રવો વરસાદ પડ્યો છે. ૧૪ જુલાઇ અને ૧૫ જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ-દમણમાં ૪૦ કિ.મી.ની ઝડપ પવન સાથે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ૧૬થી ૧૮ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારમાં થતા વડોદરા અને ભરૂચમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Follow Me:

Related Posts